ઘણા લોકોની ફરીયાદો હોય છેકે તેમને મચ્છર બહુ કરડે છે. આવા લોકો થોડી પણ સેફ્ટીમાં ચુક કરે તો તેમને ખુબ મચ્છર કરડવા લાગે છે. જ્યારે અમુક એવા લોકો પણ હોય છેકે જેમને મચ્છર કરડતા જ નથી. તેમની આસપાસ પણ મચ્છર આવતા નથી. જે લોકોને મચ્છર વધુ કરડે છે, તેઓ માને છે કે તેમનું લોહી મીઠુ છે, જેના કારણે મચ્છર તેમને ખૂબ કરડે છે. પરંતુ તે એવું નથી. મચ્છર તમને વધુ કરડે છે તેનું કારણ લોહીની મીઠાશ નથી, પરંતુ કંઈક બીજું છે.
જ્યારે મચ્છરને એનર્જીની જરૂર હોય છે ત્યારે તેઓ કંઈક મીઠી વસ્તુની શોધમાં હોય છે. ઘણા છોડના રસની જેમ, પરંતુ લોહીની બાબતમાં એવું નથી. રસપ્રદ વાત એ છે કે ફક્ત માદા મચ્છર જ કરડે છે અને તેનું કારણ લોહીમાં પોષક તત્વોની હાજરી છે. આ પોષક તત્વો માદા મચ્છરોને ઇંડા બનાવવા માટે જરૂરી છે. અને એવું બિલકુલ જરૂરી નથી કે આ લોહી મીઠુ હોવું જોઈએ.
મચ્છર તમને કેવી રીતે શોધે છે? વાસ્તવમાં, મચ્છર તમને પોતાનો શિકાર બનાવતા પહેલા કેટલાક સંકેતો મેળવે છે. આ સંકેતો કાર્બન ડાયોક્સાઇડ, ચામડીની ગંધ અને શરીરની ગરમી છે.
આપણા શરીરમાં રહેતા બેક્ટેરિયા વિવિધ પ્રકારની ગંધ ઉત્પન્ન કરે છે. તેમાં લેક્ટિક એસિડ અને એમોનિયાનો સમાવેશ થાય છે. તેમની ગંધ સીધી શરીરમાંથી આવે છે અને આ જ કારણ છે કે મચ્છર માનવ શરીરને સૂંઘીને આપણી નજીક આવે છે.
હવે પ્રશ્ન એ આવે છે કે મચ્છર કોઈને વધુ કરડે છે, પણ કોઈની આસપાસ ભટકતા નથી. શા માટે? તેની પાછળ ઘણા કારણો છે જેમાં શરીરનું કદ, શરીરનું તાપમાન, પરસેવો, ગર્ભાવસ્થા, શરીર પર રહેતા બેક્ટેરિયા અને બીયર પીવું પણ શામેલ છે.
જો તમે ઊંચા છો, તો તમે મચ્છરો માટે સરળ શિકાર છો. આ સિવાય તમારું શરીર ગરમ હશે તો પણ મચ્છર તમને વધુ કરડે છે, કારણ કે મચ્છરોને ગરમી ગમે છે. આ સાથે જો તમને વધુ પડતો પરસેવો આવે છે, તો મચ્છર તમારા શરીરની ગંધને સરળતાથી ઓળખી શકે છે
સગર્ભા સ્ત્રીઓના શરીરમાં ગરમી હોય છે, તેથી તેઓને મચ્છરોનો વધુ ભોગ બને છે. આનું કારણ એ છે કે તેઓ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આ સિવાય મચ્છર તમારા શરીરમાં રહેતા કુદરતી બેક્ટેરિયાથી પણ ખૂબ આકર્ષાય છે. આ સિવાય વધુ બીયર પીનારા લોકો તરફ પણ મચ્છરો વધુ આકર્ષાય છે.