રાજ્યમાં પોલીસે જપ્ત કર્યો કરોડોનો દારૂ અને ડ્રગ્સ, 2 લાખ કરતાં વધુ લોકોની કરાઇ અટકાયત \
રાજ્યમાં ચૂંટણી સમયે ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસ સતત મોનીટરીંગ કરી રહ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી કરોડો રૂપિયાની હેરાફેરી પોલીસે જપ્ત કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા લોકોની અટકાયત થઈ, કેટલો વિદેશી અને દેશી દારૂ જપ્ત થયો, કેટલા હથિયાર જપ્ત કરવામાં આવ્યા. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા માહિતી જાહેરાત કરવામાં આવી હતી.
13 કરોડનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો
ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949 અન્વયે રાજ્યમાં તા.03/11/2022થી તા.18/11/2022સુધી કુલ 21,704 કેસો કરવામાં આવેલ છે. જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં રૂ. 17,88,070નો દેશી દારૂ રૂ. 9,04,48.053નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા રૂ. 13,44,98,304 અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 22,67,34,427નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે.
205852 લોકોની પોલીસે અટકાયત કરી
રાજ્યમાં Criminal Procedure Code, 1973 હેઠળ 1,86,850 કેસો, Gujarat Prohibition Act, 1949 હેઠળ 18,763 કેસો, Gujarat Police Act, 1951 હેઠળ 61 કેસો તથા PASA Act, 1985 હેઠળ 178 કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાં અંગેની કામગીરી કરવામાં આવેલ છે.
54373 પરવાના હથિયારો જપ્ત જમા થયા
રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 54,373 (97.7%) હથિયારો જમા લેવામાં આવેલ છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.
51 ગેરકાયદેસર હથિયાર જપ્ત કર્યા
ચૂંટણી સમયે રાજ્યના વિવિધ જિલ્લામાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાજ્યમાં The Arms Act, 1959 હેઠળ 51 ગેરકાયદેસર હથિયાર તથા 274 ગેરકાયદેસર દારૂગોળા જમા કરવામાં આવેલ છે.
61 કરોડના ગેરકાયદે ડ્રગ્સ પકડવામાં આવ્યો
રાજ્યમાં ચૂંટણી સમયે નશીલા પદાર્થના વેચાણ પર પોલીસ વોચ રાખી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં NDPS Act, 1985 હેઠળ કુલ 29 કેસો કરવામાં આવ્યા છે. આ કેસ દરમિયાન પોલીસે કુલ 61,57,05,184નો 817.9679 કિ.ગ્રા.નો NDPS પદાર્થ પકડવામાં આવેલ છે.
રાજ્યની ચેકપોસ્ટ પરથી 66 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ, 546 Static Surveillance Teams તથા 546 Flying Squads કાર્યરત છે. Static Surveillance Teams દ્વારા રૂ. 55,470નો IMFL, રૂ. 78,00,000ના ઘરેણાં તથા રૂ. 10,64,700ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 89,20,170નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
Flying Squads દ્વારા રૂ. 1,450નો IMFL, રૂ. 48,34,440 રોકડ રૂપિયા (Cash) તથા રૂ. 7,58,000ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 55,93,890નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. Local Police દ્વારા રોકડ રૂ. 2,02,42,940 (Cash), રૂ. 2,30,23,565ના ઘરેણાં, રૂ. 61,57,05,184ના NDPS પદાર્થો તથા રૂ. 47,70,424ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 66,37,42,113નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.