વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ આજે ફરીથી વિવાદમાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે અને ભાજપના નામે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી કરી પરંતુ મેન્ડેટ ન મળ્યું હતુ તે છતાં તેમણે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. ત્યારે આજે ફોર્મ ચકાસણીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ સાથે વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવએ ભડકાઉ નિવેદન આપ્યું હતું. તેમણે ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ તેવું નિવેદન આપ્યું હતું.
જેને કારણે, મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઇને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. આ મામલે ચૂંટણી પંચે વાઘોડિયા ચૂંટણી અધિકારી પાસે અહેવાલ મંગાવ્યો છે. આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે કે કેમ તેનો અહેવાલ આપવા આદેશ કરવામાં આવ્યો છે. આથી અહેવાલ બાદ મધુ શ્રીવાસ્તવ સામે આચાર સંહિતા ભંગ અંગેની કાર્યવાહી થઈ શકે છે.
નોંધનીય છે કે, મધુ શ્રીવાસ્તવે વિવાદાસ્પદ નિવેદન આપતા ચૂંટણી પંચ એકશન લઇ શકે છે. તેમણે ગઇકાલે કાર્યકર્તાઓ સામે જણાવ્યુ હતુ કે, મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ. આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, હું જ્યારે મેદાનમાં નીકળ્યો હોય ને ત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કદાચ કોઈ તમને ધમકી આપશે. પણ તમે ડરતા નહીં. વાઘોડિયા અને વાઘોડિયા તાલુકામાં જે ગેરકાયદે મકાનો છે એને હું કાયદેસર કરી આપીશ, એ મારું વચન છે.
તેમના આ ભાષણને કારણે, વિરોધના સૂર ઉઠ્યા હતા. બીજી બાજુ, મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઇને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. આ મામલે ચૂંટણી પંચે વાઘોડિયા ચૂંટણી અધિકારી પાસે અહેવાલ મંગાવ્યો હતો. આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે કે કેમ, તેનો અહેવાલ આપવા આદેશ કરવામાં આવ્યો છે. આથી અહેવાલ બાદ મધુ શ્રીવાસ્તવ સામે આચાર સંહિતા ભંગ અંગેની કાર્યવાહી થઈ શકે છે.