શ્રીમદ્ રાજચંન્દ્ર મિશન (ધરમપુર) દ્વારા આ ગ્લોબલ યુથ ફેસ્ટિવલનું આયોજન થાય છે. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાશે. દુનિયાભરમાંથી હજારો યુવાનો ધરમપુર આવશે અને આ ફેસ્ટિવલમાં ભાગ લેશે.
શ્રીમદ્ રાજચંન્દ્ર મિશન (ધરમપુર) દ્વારા દર વર્ષે ગ્લોબલ યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે અને દુનિયાભરમાંથી યુવાનો આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આવે છે.
ગ્લોબલ યુથ ફેસ્ટિવલની આ ત્રીજી આવૃતિ હશે. આ ફેસ્ટિવલ 24 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુંધી ચાલશે.શ્રીમદ્ રાજચંન્દ્ર મીશન સાથે સંકાયેલા લોકોએ જણાવ્યુ કે, અત્યારથી આ ફેસ્ટિવલની પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દુનિયાભરમાંથી આવનારા હજ્જારો યુવાનો આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેશે અને ગુરુદેવ રાકેશજીની નિશ્રામાં યોજાનારા આ કાર્યક્રમમાં આધ્યાત્મિક્તાનો અનુભવ પણ કરશે.આ કાર્યક્રમમાં શ્રીમદ્ રાજચંન્દ્ર મિશનનાં પ્રણેતા ગુરુદેવ રાકેશજી કીનોટ એડ્રેસ આપશે.
આ ગ્લોબલ ફેસ્ટિવલ એક રીતે આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામિજક, રમત-ગમત અને માનવતાની મશાલ બની રહેશે. આ ફેસ્ટિવલનાં તમામ ઉપક્રમો યુવાનોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યા છે. 50થી વધારે ઇવેન્ટો આ કાર્યક્રમમાં યોજાશે અને હજાશો યુવાનો તેમાં ઉત્સાહથી ભાગ લેશે.
ગ્લોબલ યુથ ફેસ્ટિવલનાં મુખ્ય આકર્ષણોમાંવિઝડમ માસ્ટરક્લાસ, ધ આર્ટ ઓફ કિન્તસુગુ, સોશિયલ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ, એક્સ્પિરિયન્સ વર્કશોપ, યુથ ઓલમ્પિક્સ, ધ હાયર ફ્રિકવન્સી, અને હેક ઓફ હ્યુમેનિટી વગેરે રહેશે. આ ગ્લોબલ યુથ ફેસ્ટિવલમાં સર્જનાત્મક્તા, પ્રવૃતિ અને સેવા કેન્દ્રમાં હોય છે.
આ ફેસ્ટિવલમાં ભાગ લેનારા યુવાનોને તેમના વ્યક્તિ વિકાસનો મોકો મળે છે અને તેમનો સર્વાંગી વિકાસ થાય છે.આ ગ્લોબલ યુથ ફેસ્ટિવલમાં ભાગ લેનાર દરેક યુવાનનને શ્રીમદ્ રાજચંન્દ્ર લવ એન્ડ કેસ સંસ્થા દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.