જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાએ નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ્ં છે. શ્રીનગરમાં પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરતા જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફ્રેન્સ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. ફારુક અબ્દુલાએ કહ્યું કે, તેમનું સ્વાસ્થ્ય હવે પાર્ટીનું નેતૃત્વ કરવાની પરવાનગી નથી આપતું. આપને જણાવી દઈએ કે, નવા પાર્ટી અધ્યક્ષની ચૂંટણી 5 ડિસેમ્બરે થવાની છે. જેમા ઉમર અબ્દુલા સંભવિત ઉત્તરાધિકારી હશે.
આ અગાઉ શનિવારે ફારુક અબ્દુલાએ શ્રીનગરના નૂરબાગ વિસ્તારમાં અમુક સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. ડો. અબ્દુલા એક પરિવાર સાથે મુલાકાત કરીને પાછા ફર્યા હતા. આ દરમિયાન એક શખ્સે અબ્દુલાને પરેશાન કરવાનું શરુ કર્યું હતું. આ શખ્સે ફારુક અબ્દુલાની ગાડી પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન ફારુક અબ્દુલાની સુરક્ષા કરી રહેલા લોકોએ તે શખ્સને રોક્યો અને ચેતવણી આપીને છોડી મુક્યો હતો. સ્થાનિક પોલીસે પણ હોબાળો જોઈએને આ શખ્સ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નહીં.