8 નવેમ્બર 2016 આ દિવસ શાયદ કોઈ નહીં ભૂલી શકે કારણ કે આ દિવસના રોજ દેશમાં પહેલી વખત નોટબંધી કરવામાં આવી હતી. એ સમય દરમિયાન એક બાજુ દેશના લોકોમાં ખુશીની લહેર હતી તો બીજી બાજુ ભ્રષ્ટાચારીઓ અને બ્લેક મનીના કુબેરના ઘરમાં માતમ છવાઈ ગયો હતો.પણ આ નિર્ણય અચાનક લેવામાં નહતો આવ્યો તેની પાછળ ઘણા કારણો હતા અને લાંબા વિચાર-વિમર્શ પછી જ તેનો અમલ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં નોટબંધીના નિર્ણય અંગે વિગતવાર માહિતી આપી હતી અને કેન્દ્રએ કહ્યું હતું કે 2016માં નોટબંધીના આઠ મહિના પહેલા એમને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે આ મુદ્દે ચર્ચા શરૂ કરી હતી.
એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે તત્કાલિન નાણાંમંત્રીએ સંસદમાં કહ્યું હતું કે “આરબીઆઈ સાથે વ્યાપક પરામર્શ અને અગ્રિમ તૈયારી પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આરબીઆઈ સાથે સરકારી પરામર્શ ફેબ્રુઆરી 2016 માં શરૂ થઈ હતી અને આ દરમિયાન પરામર્શ અને નિર્ણય લેવાની પ્રક્રિયાને ગુપ્ત રાખવામાં આવી હતી.’સાથે જ એફિડેવિટમાં કેન્દ્ર કહ્યું હતું કે ‘ કુલ ચલણ મૂલ્યના નોંધપાત્ર ભાગને પાછો ખેંચી લેવાનો આ નિર્ણય સમજી વિચારીને લેવામાં આવ્યો હતો.” કેન્દ્રએ કહ્યું કે આ સંબંધમાં 1 ડિસેમ્બર 2016ના રોજ દાખલ કરાયેલા બે એફિડેવિટ વાંચવામાં આવે.
આ સાથે જ નોટબંધીના નિર્ણયનો બચાવ કરતાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ‘આ નિર્ણય RBIની રૂ. 500 અને રૂ. 1,000ની નોટો પાછી ખેંચવાની ભલામણ અને અમલીકરણ માટે પ્રસ્તાવિત ડ્રાફ્ટ પ્લાન પર આધારિત હતો. “RBIના સેન્ટ્રલ બોર્ડે કેન્દ્ર સરકારને હાલની રૂ. 500 અને રૂ. 1,000ની નોટોના કાનૂની ટેન્ડર પાત્રને પાછી ખેંચવા માટે ચોક્કસ ભલામણ કરી હતી અને RBI એ ભલામણને લાગુ કરવા માટે એક ડ્રાફ્ટ સ્કીમનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. એ બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે યોગ્ય વિચારણા કરવામાં આવી હતી.
આ કિસ્સામાં અર્થતંત્રમાં ચલણની આપૂર્તિ કરવા માટે રજૂ કરવામાં આવેલી નવી બેંક નોટોની ડિઝાઇન અને વિશિષ્ટતાઓમાં ફેરફાર કરવામાં આવ્યા હતા તેથી તૈયારીઓમાં નવી ડિઝાઇનને અંતિમ રૂપ આપવાનો, નવી ડિઝાઇન માટે સુરક્ષા શાહી અને પ્રિન્ટિંગ પ્લેટનો વિકાસ, પ્રિન્ટિંગ મશીનોના વિશિષ્ટતાઓમાં ફેરફાર અને દેશના વિવિધ ભાગોમાં RBI શાખાઓ સાથે સ્ટોકની જોગવાઈનો સમાવેશ થાય છે.
આરબીઆઈના ડેટાને ટાંકીને સરકારે એફિડેવિટમાં કહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં 500 અને 100 રૂપિયાની નોટોના ચલણમાં ઘણો વધારો થયો છે. ” 2010-11 થી 2015-16 દરમિયાન બે સર્વોચ્ચ સંપ્રદાયો એટલે કે રૂ. 500 માટે 76.4% અને રૂ. 1,000 માટે 109% ભારે વધારો જોવા મળ્યો હતો.” આ સાથેજ સરકાર અને આરબીઆઈએ કાનૂની ટેન્ડરમાંથી રૂ. 500 અને રૂ. 1,000ની નોટો પાછી ખેંચીને કાળાં નાણાં, નકલી અને ગેરકાયદેસર ધિરાણ સામે લડવા માટે નોટોની નવી શ્રેણી રજૂ કરવાનું વિચાર્યું હતું.