ભાવનગર જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો છે. જેમાં મહુવા તાલુકામાં લાલ અને સફેદ ડુંગળીનું ભરપૂર વાવેતર અને ઉત્પાદન થાય છે મહારાષ્ટ્રમાં નાસિકની જેમ ભાવનગર જીલ્લામાં તળાજા અને મહુવામાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ડુંગળીનો મબલખ પાક આ વિસ્તાર લે છે.
મહુવા તાલુકાના નેસવડ ગામ વિસ્તારમાં પિયતની સુવિધા વાળા ગામોમાં શિયાળુ લાલ અને સફેદ ડુંગળી માટેની કળી કાંજી નું સોપાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિવાળી સમયે જમીનોમાંથી લીધેલા ચોમાસુ પાક દરમિયાન હવે ખાલી થયેલી જમીનોમાં ડુંગળીનું ચોપાણ નુ કાર્ય ખેડૂતો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ વર્ષ માં ચોમાસાનો વરસાદ સારા પ્રમાણમાં હોવાથી પીયત ની સુવિધા સારી હોવાથી ડુંગળીના પાકમાં સારી એવી આવક થશે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે સાથે સાથે ડિસેમ્બર માસમાં પણ ખેડૂતો દ્વારા ડુંગળીનુ વાવેતર કરવામાં આવશે ભાવનગર જિલ્લાના ડુંગળીના કુલ વાવેતરમાં મહુવા તળાજાનો હિસ્સો અધિકતમ રહે છે. તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સબ્જમંડીમાં મહુવા તળાજા લાલ તરીકે જાણીતી થયેલ ડુંગળીની માંગ સતત રહે છે. તેમજ મહુવામાં ડુંગળી આધારિત ડીહાઈડ્રેશન એકમોનો વ્યાપ વધારે છે,
સામાન્ય રીતે પાકની શરૂઆતની અવસ્થામાં ઠંડુ, ભેજરહિત હવામાન ખૂબ જ માફક આવે છે. પરંતુ કંદ તૈયાર થતી વખતે ગરમ અને સૂકુ હવામાન તથા લાંબા દિવસોની ખાસ જરૂર રહે છે. પાકની અવસ્થા દરમ્યાન ભેજવાળું અને વાદળ છવાયેલું હવામાન રહેવાથી પાકમાં જીવાત તથા રોગનો ઉપદ્રવ વધુ રહે છે.
સમગ્ર દેશમાં ડૂંગળીના ઉત્પાદનમાં દેશમાં બીજા નમ્બરે અને ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનના ક્ષેત્રે ભાવનગર જિલ્લો પ્રથમ આવે છે અને તેમાં ખાસ કરીને ભાવનગર તાલુકા ઉપરાંત તળાજા ,મહુવા અને ઘોઘામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે સામાન્ય રીતે આ જિલ્લામાં 20 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે ખાસ કરીને ભાવનગર જિલ્લામાં લાલ ડુંગળીનું ઉત્પાદન વધુ થાય છે અને તેની ગુજરાત ઉપરાન્ત અન્ય રાજ્યોમાં સારી એવી માંગ રહે છે.