દિલ્હીમાં 27 વર્ષની શ્રદ્ધાની હત્યા કરી લાશના 35 ટુકડા કરી દેનાર ‘કસાઇ’ આફતાબ અમીન પૂનાવાલાની જે હકકીત સામે આવી રહી છે તે જાણીને રુવાંડા થઈ જાય છે. આરોપી આફતાબ માંસ કાપવામાં માહેર હતો અને તેણે સૌથી પહેલા શ્રદ્ધાંના આંતરડા કાપીને ખીમો બનાવી દીધો હતો.
મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે જ્યારે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી અને શરીરના ટુકડા ફ્રિજમાં રાખ્યા હતા, તે સમય દરમિયાન તે બીજી રુમમાં અન્ય છોકરી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો. ફૂડ બ્લોગર અને સોશિયલ એક્ટિવિસ્ટ હોવાનો દાવો કરનારા આફતાબ વિશે દિલ્હી પોલીસના અધિકારીઓનું કહેવું છે કે આફતાબે ઘણા સમય પહેલા શ્રદ્ધાને મારી નાખવાની યોજના બનાવી હતી. આ માટે તે ઇન્ટરનેટ પર લોકોને મારવાના અને પોલીસથી બચવાના રસ્તા શોધતો હતો.
દિલ્હી પોલીસે શ્રદ્ધા વોકરના લિવ ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાની હત્યા મામલે ધરપકડ કરી છે. 6 મહિના પહેલા થયેલી આ હત્યામાં આફતાબે પહેલા શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેણે તીક્ષ્ણ હથિયારથી લાશના 35 ટુકડા કરી નાખ્યા હતા અને ત્યાર બાદ નવું ફ્રીજ ખરીદી લાવ્યો હતો અને તેમાં લાશના ટૂકડા મૂકી દીધા હતા. રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ તે લાશનું એક એક અંગ જંગલમાં જઈને ફેંકી આવતો હતો.
આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરીને અંગોને ફ્રિજમાં રાખ્યા હતા. સાથે જ તે અન્ય એક યુવતીને પણ ડેટ કરી રહ્યો હતો. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે તે દક્ષિણ દિલ્હીના મેહરૌલીમાં તેના ભાડાના રૂમમાં આફતાબ બીજી છોકરીને લઈને આવ્યો હતો અને જ્યારે શ્રદ્ધાની લાશના ટૂકડા કરીને ફ્રિજમાં રાખ્યા હતા તે જ રાતે રુમમાં બીજી છોકરી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો.
દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે આફતાબે બમ્બલ એપ્લિકેશન દ્વારા બીજી યુવતીને ફસાવી હતી અને તેને ઘેર લઈ આવ્યો હતો. આફતાબે ડેટિંપ એપ દ્વારા શ્રદ્ધા સાથે પણ આવી રીતે ઘરોબો બાંધ્યો હતો અને શ્રદ્ધાના લગ્નના વારંવારના આગ્રહને કારણે તંગ આવેલા આફતાબે તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. પોલીસ સૂત્રોનું એમ પણ કહેવું છે કે આફતાબ લાંબા સમયથી શ્રદ્ધાની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. આ માટે તેણે ઘણા ક્રાઇમ શો અને હોલિવૂડની અનેક વેબ સિરિઝમાંથી હત્યા કરવાનો પ્લાન શીખ્યો હતો. એટલું જ નહીં ઈન્ટરનેટ પર પણ કલાકો સુધી એ જાણવાનો પ્રયાસ કર્યો કે હત્યા બાદ પોલીસથી બચવા શું કરવું. પરંતુ કહેવાય છે કે ગમે તેટલો મોટ ગુનેગાર હોય અંતે તો એક દિવસ તે પકડાઈ જાય છે.
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા છ મહિનાથી ગુમ થયેલી મુંબઈની શ્રદ્ધાની મર્ડર મિસ્ટ્રી પોલીસે ઉકેલી નાખી છે. શ્રદ્ધાનો હત્યારો હવે દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. નવાઈની વાત તો એ છે કે આ હત્યારો બીજો કોઈ નહીં પણ યુવતીનો લિવ ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલા છે. બંને મુંબઈ છોડીને ભાગીને દિલ્હીમાં સાથે રહેવા આવ્યા હતા. શ્રદ્ધાની મર્ડર સ્ટોરી કોઈ થ્રિલર મૂવીની સ્ક્રિપ્ટથી કમ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આફતાબ અને શ્રદ્ધા નામની આ યુવતીની મુંબઈમાં એક ડેટિંગ એપના માધ્યમ દ્વારા થઈ હતી ત્યારે બન્નેએ સાથે મળીને કોલ સેન્ટરમાં કામ શરુ કર્યું હતું. સાથે કામ કરતાં કરતાં તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. શ્રદ્ધાના માતા-પિતાને આફતાબ પસંદ નહોતો, જેના કારણે બંનેએ ઘરેથી ભાગવાનો નિર્ણય કર્યો અને દિલ્હી આવી ગયા. બંનેએ દિલ્હીના છતરપુર વિસ્તારમાં એક સાથે ભાડાનું ઘર લીધું હતું. શ્રદ્ધા હવે પોતાના આગળના જીવન વિશે વિચારી રહી હતી. તે બોયફ્રેન્ડ આફતાબ સાથે સ્થાયી થવાનું સપનું જોઈ રહી હતી. લિવ-ઇન રિલેશનશિપ દરમિયાન શ્રદ્ધા અવાર-નવાર આફતાબ પર લગ્ન માટે દબાણ કરતી હતી. આફતાબ લગ્ન કરવા માંગતો ન હતો. લગ્નની બાબતે તેમની બન્નેની વચ્ચે ઘણી વાર ઝગડા થતા. 18 મેના રોજ તેમની વચ્ચે એક મોટો ઝગડો થયો હતો જે પછી આફતાબે પિત્તો ગુમાવ્યો હતો અને શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી.