વિશ્વની વસ્તી આજે વધીને 8 અબજ થઈ ગઈ છે. દુનિયામાં માનવી એટલો મોટો પરિવાર બની ગયો છે કે આવનારા વર્ષોમાં અનાજ સહિતની તમામ જરૂરિયાતોની અછત સર્જાઈ શકે છે. જોકે નિષ્ણાતો માને છે કે, આ સદીમાં એવો સમય આવશે જ્યારે વસ્તી વૃદ્ધિ સ્થિર થશે અને પછી ઘટાડો પણ જોવા મળશે. પરંતુ છેલ્લા 48 વર્ષમાં વસ્તીમાં થયેલો વધારો ચોંકાવનારો છે. 1974માં વિશ્વની વસ્તી માત્ર 4 અબજ હતી જે હવે 8 અબજને વટાવી ગઈ છે. 1950માં વિશ્વની વસ્તી માત્ર અઢી અબજ હતી. એટલું જ નહીં, 2086 એવું વર્ષ હશે જ્યારે આ દુનિયામાં માનવીની વસ્તી 10.6 અબજને વટાવી જશે.
જો તમે આંકડાઓ પર નજર નાખો તો ચીનમાં હજુ પણ 142 કરોડની વસ્તી સૌથી વધુ છે અને ભારત બીજા નંબરે છે જેની વસ્તી 141 કરોડ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે ઝડપે ભારતની વસ્તી વધી રહી છે તે પ્રમાણે 2023માં તે ચીનને પણ પાછળ છોડી દેશે. જોકે 2050ની આસપાસ વસ્તી વૃદ્ધિ સ્થિર રહેશે અને પછી તેમાં ઘટાડો થશે. આ જ કારણ છે કે ભારત, ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં આવનારા દાયકાઓમાં યુવાનોની વસ્તીમાં ઘટાડો થવાની ધારણા છે, જેની વર્કફોર્સ પર વિપરીત અસર પડી શકે છે.
હકીકતમાં વિશ્વના ઘણા દેશોમાં વસ્તી વૃદ્ધિ દર પહેલાથી જ રિપ્લેસમેન્ટ લેવલ એટલે કે 2.1 કરતા પણ ઓછો થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સમગ્ર વિશ્વની વસ્તીનો વિકાસ દર 2.1 રહેશે એટલે કે 2055 સુધીમાં રિપ્લેસમેન્ટ લેવલ સુધી. યુનાઈટેડ નેશન્સ ડેટા અનુસાર, વસ્તીમાં સૌથી વધુ વધારો 2012 અને 2014 વચ્ચે થયો હતો. આ દરમિયાન 14 કરોડથી વધુ બાળકોનો જન્મ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેટલીક વધઘટ સાથે 2043થી વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળી શકે છે. અત્યાર સુધી વસ્તી ઝડપથી વધી છે, પરંતુ હવે વસ્તીમાં આગામી એક અબજ લોકો ઉમેરાતા 12 વર્ષ લાગશે.
વસ્તી સંબંધિત બાબતોને સમજનારાઓનું કહેવું છે કે, મૃત્યુદરમાં ઘટાડો થવાને કારણે વસ્તી પણ વધી રહી છે. છેલ્લા 70 વર્ષોમાં ચીન અને ભારતે વિશ્વની વસ્તી વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જો આપણે આ બે દેશોની વસ્તીને જોડીએ તો તે લગભગ 2.80 અબજ થાય છે. પરંતુ આવનારા સમયમાં ભારત અને ચીનના વિકાસમાં ઘટાડો જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે, 21મી સદીના છેલ્લા દાયકાઓમાં ભારત અને ચીનના બદલે આફ્રિકન દેશોની વસ્તી ઝડપથી વધશે. આ દેશોમાં તાન્ઝાનિયા, નાઈજીરીયા અને કોંગોનો સમાવેશ થશે.
જો આપણે વસ્તી વધારાના દર પર નજર કરીએ તો 1950માં વિશ્વમાં મનુષ્યોની સંખ્યા 2.5 અબજ હતી જે આગામી 10 વર્ષમાં વધીને 3 અબજ થઈ ગઈ છે. આ પછી 1974માં તે વધીને 4 અબજ થઈ ગઇ. પછીના 13 વર્ષમાં એટલે કે 1987માં આ આંકડો 5 અબજ થઈ ગઇ. જોકે આગામી એક અબજ એટલે કે 60 મિલિયન આંકડા સુધી પહોંચવામાં માત્ર 12 વર્ષ લાગ્યા. ત્યારબાદ 2011માં વિશ્વની વસ્તી વધીને 7 અબજ થઈ અને હવે 11 વર્ષમાં આ આંકડો 8 અબજને વટાવી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગામી દાયકાઓમાં વસ્તી વૃદ્ધિમાં થોડી સ્થિરતા આવશે અને 2086 સુધીમાં આપણી વસ્તી 10.4 અબજ સુધી પહોંચી જશે.