ગુજરાત ચુંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં આજે સત્તાધારી ભાજપ પક્ષે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુમાં 12 ઉમેદવારોને ચુંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કલોલથી બકાજી ઠાકોર અને રાધનપુરથી લવિંગજી ઠાકોર તથા પાટણથી રાજુલ દેસાઇને ટિકિટ અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ભાજપ દ્વારા 178 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે માત્ર 4 બેઠક પરના ઉમેદવારોના નામનું એલાન કરવાનું બાકી રહ્યું છે. જેમાં માણસા, ખેરાલુ, રાવપુરા, માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે.
ગઇકાલે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાંથી ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. આમ, ભાજપ દ્વારા 182માંથી 178 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર સીટના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં ખેડા, ખેરાલુ, માંજલપુર અને માણસા બેઠક પર કોને ટિકિટ આપવી, તે નક્કી થઈ શક્યું નથી. આ અંગે ભારે મનોમંથન ચાલી રહ્યુ છે.