અમેરિકાની યુનિવર્સિટી ઓફ વર્જિનીયામાં ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ હુમલામાં બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. હજી સુધી હુમલાખોર પકડાયો નથી અને તેની શોધખોળ ચાલી રહી છે.
સોમવારે યુનિવર્સિટી ઓફ વર્જિનિયામાં અચાનકથી એક વ્યક્તિીએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ ફયરિંગમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. આરોપીએ આવું કૃત્ય શાં માટે કર્યું, તેની કોઈની સાથે શું દશ્મનાવટ હતી. તે અંગેના હજી કોઈ પણ ઈનપુટ સામે આવ્યા નથી. જોકે અમેરિકામાં આ કોઈ પ્રથમ ઘટના નથી કે જેમાં કોઈ માસ શૂટિંગના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોય. ઘણી ઘટનાઓમાં અમેરિકામાં આ રીતે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે.
પોલીસને જે માહિતી મળી છે, તે મુજબ આરોપી શખ્સ યૂવીએ ફુટબોલ ટીમનો પૂર્વ પ્લેયર છે. તેણે રવિવારે અચાનકથી ફાયરિંગ શરૂ કરી હતી. હુમલો કર્યા બાદ તે ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની એક તસ્વીર બહાર પાડી છે, તમામને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ માહિતી મળે કે તરંત જ 911 પર જાણ કરવામાં આવે.
અમેરિકામાં થયેલી ફાયરિંગની ઘટનાઓની વાત કરવામાં આવે તો ગત મહિને તો આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ વર્ષે ઓગસ્ટમાં રાજધાની વોશિંગ્ટન ડીસીમાં મોડી રાતે ફાયરિંગની ઘટનામાં 6 લોકોના મૃત્યુ થયા હતા. આ રીતે અમેરિકામાં ઈન્ડિયાનામાં 18 જુલાઈ ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગ ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં હાઉસ પાર્ટી દરમિયાન 11 જુલાાઈએ હુમલાખોરે કેરેલી ફાયરિંગના પગલે 3 લોકોના મૃત્યુ થયા હતા.