રાજસ્થાનના CM અશોક ગેહલોતે ગુજરાત ચૂંટણીને લઈ આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ‘જનતાની સરકાર’ના નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. આ ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રહેશે.
જુઓ ચૂંટણી ઢંઢેરામાં કરેલા વચનોની લ્હાણી
- કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે
- 300 યુનિટ વીજળી ફ્રી, જૂની પેન્શન યોજના, કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદી કરાશે
- 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે
- પેપર ફૂટવા અટકાવવા ભ્રષ્ટાચાર નિવારણ કાયદો લવાશે
- નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં 20 ટકાનો ઘટાડો કરાશે
- શિક્ષણ આરોગ્યના વ્યાપારીકરણ પર રોક લગાવવામાં આવશે
- તમામ નદીઓની સાફ સફાઈ કરવામાં આવશે
- 5 વર્ષમાં રાજ્યને પ્રદૂષિત મુક્ત કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરાશે
- આઠ મહાનગરોમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી
- સ્કૂલ ફીમાં 20 ટકા રકમનો ઘટાડો કરવામાં આવશે
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર
શિક્ષણ
– ઈતર પ્રવૃત્તિના નામે લેવાતી ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ, પ્રવર્તમાન શિક્ષણ ફી ને સ્થગિત કરી તાત્કાલિક ફી માં ૨૦%નો ઘટાડો
પશુપાલન
લંપીથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય
– પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે
સૌને ધરના ઘર
– ઘર ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી, પાકા રસ્તા,ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન, દવાખાના
-ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં કોઈ શરતો વિના ગટર, પાણી, લાઈટની સુવિધા
– વસ્તી મુજબ શૌચાલયોની વ્યવસ્થા
SC,ST,OBC, લઘુમતી
– વસ્તી ગણતરીના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીમાં સમાજના લોકો માટે ભાજપે રદ કરેલ અનામત પુન: લાગુ કરાશે
– ભરતીમાં ચડતા ક્રમથી અગ્રીમતી આપી અંત્યોદયના સિદ્ધાંતોનો અમલ કરાશે
પંચાયતી રાજ
– ભાજપે પંચાયતો પાસેથી છીનવેલ સત્તા, કાર્યો સુપરત કરાશે
– મનરેગામાં ભ્રષ્ટાચાર અટકાવી સમયસર ચૂકવણુ થાય માટે અગ્રીમતા અપાશે
મહિલા સુરક્ષા
– મહર્ષિ દયાનંદ સરસ્વતી જ્ઞાન યોજના હેઠળ મેડિકલ, ઈજનેરી, એમબીએમાં પ્રવેશ લેનાર છાત્રાઓને ફ્રી લેપટોપ
– આઠ મહાનગરોમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી
ખેડૂત
– દરેક ગામમાં જળસંગ્રહ માટે તળાવો- વરસાદી/કેનાલના પાણીથી ભરવાની યોજના
– કૃષિ ક્ષેત્ર -ખેડૂતના વિકાસને અગ્રિમતા અપાશે
માછીમાર
– માછીમારી પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જો અપાશે
– માછીમારોનું રૂ. ૩ લાખ સુધીનું દેવુ માફ
પર્યાવરણ સુરક્ષા
– 5 વર્ષમાં રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા સઘન પગલા
– તમામ નદીઓમાં પ્રદૂષણમુક્ત કરવા એક્શન પ્લાન
વ્યાપાર ઉદ્યોગ
– વીજળીના દર,પ્રોપર્ટી ટેક્સ, પરિવહન, ટોલટેક્સ, જીએસટી દર, રો-મટિરિયલ, રોયલ્ટી દર, વ્યાજદરોની સમીક્ષા કરાશે
– ઈન્ક્મ ટેક્સની મર્યાદામા પગાર/આવક ધરાવનારને વ્યવસાય વેરો માફ કરાશે
ઈન્ફ્રાસ્ટ્રક્ચર
– કૃષિ ક્ષેત્રે ૨૫ વર્ષની જરૂરિયાતોનું આયોજન
– વીજળી ઉત્પન્ન કરી શકે માટે ૨ KVની સોલર પેનલ સબ્સિડી
લોકશાહી
– બિલકીસ બાનુ કેસના આરોપીઓની સજા માફ કરવાના નિર્ણયને રદ કરવાની કાર્યવાહી કરાશે
મોંઘવારી
શિક્ષણ, આરોગ્યના વ્યાપારીકરણ પર રોક
નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં ૨૦ ટકાનો ઘટાડો
રોજગાર
– સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિ અને વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટ્રાચાર નિવારણ કાયદો અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના
કલા-સંસ્કૃતિ-અસ્મિતા
– પ્રથમ કેબિનેટમાં જ સરદાર પટેલ સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવામાં આવશે
– વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તે માટેના પ્રયાસ