ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં પહેલા બેટિંગ કરીને 168 જેટલો સ્કોર બનાવ્યો હતો જેમાં ઇંગ્લેન્ડનાં ધમાકેદાર બેટ્સમેનોએ વગર કોઇ વિકેટનાં નુક્સાન પર વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડની આ જીતથી ભારતને ભારે નુક્સાન થયું છે અને ફેન્સ નિરાશ થયાં છે. ભારતની આ શરમજનક હારને લીધે વર્લ્ડકપ હાથથી નિકળી ગયું છે.
વગર કોઇ વિકેટનાં નુક્સાને ઇંગ્લેન્ડની ટીમે સ્કોર 100 ઉપર કર્યો હતો જે ખરેખર પ્રશંસનિય છે. ટીમ ઇન્ડિયાનાં આ સેમીફાઇનલમાં નબળાં પર્ફોર્મન્સને લીધે ઇંગ્લેન્ડ બાજી મારી ગયું. જેમાં એલેક્સ હેલ્સ અને જોસ બટલરે ધમાકેદાર ઇનિંગ્સ રમી છે.
હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયા માટે ઇંગ્લેન્ડની સામે ધમાકેદાર બેટિંગ કરી હતી. જ્યારે ટીમ ઇન્ડિયા ખતરામાં હતી ત્યારે હાર્દિકે 33 બોલમાં 63 રનો બનાવી અને ભારતની લાજ રાખી છે. 4 ચોગ્ગા અને 6 છગ્ગા મારીને હાર્દિકે ભારતનો સ્કોર વધાર્યો હતો. તો વિરાટ કોહલીએ પણ 40 બોલમાં 50 જેટલા રન બનાવ્યાં હતાં.