ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ આજે 14 મી યાદી જાહેર કરી છે. ગઈકાલે 13 મી યાદી જાહેર કર્યા બાદ મોટા નેતાઓ કઇ જગ્યાએથી ચુંટણી લડશે તે અંગેનુ સસ્પેન્સ ખોલ્યુ હતું. જેમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચુંટણી લડશે તેની જાહેરાત કરાઇ હતી.
આમ આદમી પાર્ટીએ આજે પોતાની 14 મી યાદી જાહેર કરી છે. જેમાં થરાદ વિરચંદભાઈ ચાવડા, જામનગર દક્ષિણ વિશાલ ત્યાગી, જામજોધપુર હેમંત ખાવા, તાલાલા દેવેન્દ્ર સોલંકી, ઉના સેજલબેન ખૂંટ, ભાવનગર રૂરલ ખુમાનસિંહ ગોહિલ, ખંભાત અરુણ ગોહિલ, કરજણ પરેશ પટેલ, જલાલપોર પ્રદીપકુમાર મિશ્રા અને ઉમરગામ અશોક પટેલ ને ઉમેદવાર જાહેર કર્યા છે.
આપે પોતાના ઉમેદવારોની કુલ 14 યાદી જાહેર કર્યા બાદ મોટા નેતાઓ કઇ જગ્યાએથી ચુંટણી લડશે તે અંગેનુ સસ્પેન્સ ખોલ્યુ છે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચુંટણી લડશે તેની જાહેરાત થતા જ ખાસ ગણાતી આ બેઠક વધુ ખાસ બની છે. બીજી તરફ ભાજપ પણ ટુંક સમયમાં ઉમેદવારોની યાદીનો ધડાકો કરશે તેની પર સૌની મીટ મંડાયેલી છે. કોંગ્રેસે તેની 43 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, આ માટે કોંગ્રેસ વિરોધનો સામનો કરી રહી છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જોકે આ કારણે ચૂંટણી વધુ રસપ્રદ પણ બની ગઇ છે. આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેના સમીકરણ બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ બંને માટે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે.