ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 25થી વધારે દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી નાખી છે.
આપને જણાવી દઈએ કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150થી વધુ બેઠકનો લક્ષ્યાંક પાર પાડવા તમામ મોરચે તાકાત લગાવી દીધી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપના ઉમેદવારોને લઈને ચાલી રહેલી અટકળોનો આજે અંત આવી ગયો છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આપને જણાવી દઈએ કે, ગઈકાલે દિલ્હીમાં પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી હતી.
આ નેતાઓના પત્તા કપાયા
- રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણીનું પત્તુ કપાયું
- રાજકોટ દક્ષિણથી ગોવિંદ પટેલનું પત્તુ કપાયું
- બ્રિજેશ મોરજાને મોરબીથી ન મળી ટિકિટ
- અંજારથી વાસણ આહિરની ટિકિટ કપાઈ
- જામનગર ઉત્તરથી હકુભા જાડેજાની ટિકિટ કપાઈ
- ગઢડાથી આત્મરામ પરમારની ટિકિટ કપાઈ
- બોટાદથી સૌરભ પટેલનું પત્તુ કપાયું
- નવસારીથી પિયુષ દેસાઈની ટિકિટ કપાઈ
- નરોડાથી બલરાણ થાવાણીની ટિકિટ કપાઈ
- નારણપુરાથી કૌશિક પટેલની ટિકિટ કપાઈ
- મણિનગરથી સુરેશ પટેલની ટિકિટ કપાઈ
- ડીસાથી શશિકાંત પંડ્યાની ટિકિટ કપાઈ
- વઢવાણથી ધનજી પટેલનું પત્તુ કપાયું
- વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ
- નિમાબેન આચાર્યની ભુજ બેઠકથી ટિકિટ કપાઈ
- ગાંધીનગર દક્ષિણથી શંભુજી ઠાકોરની ટિકિટ કપાઈ
- વેજલપુરથી કિશોર ચૌહાણની ટિકિટ કપાઈ
- એલિસબ્રિજથી રાકેશ શાહની ટિકિટ કપાઈ