ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા લઈને મોટા સમચાર આવી રહ્યા છે. આજે ભાજપ તેના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે, તેવામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ભુપેન્દ્ર ચુડાસમાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ દિગ્ગજ નેતાઓ આ વિધાનસભામાં ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરવામાં આવી છે.
વિજય રૂપાણ, નિતિન પટેલ, ભુપેન્દ્ર ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજા બાદ આર સી ફળદુએ પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. તેમણે ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખીને જાણ કરી છે. ભાજપના અન્ય પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ આ વખતે ચૂંટણી નહીં લડે. તેવી તેમના દ્વારા સી આર પાટીલને પત્ર લખીને જાણ કરવામાં આવી છે.
વિજય રૂપાણી, નિતિન પટેલ બાદ પૂર્વ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ પણ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મે સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છેય તેમણે વધુમાં કહ્યું કે, મે એક વર્ષ પહેલા જ આ જાહેરાત કરી હતી. આમ, છેલ્લી એક કલાકમાં ગુજરાત ભાજપના 3 મોટા નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નવા કાર્યકર્તાઓને તક મળે તે માટે હવે હું આ વખતની ચૂંટણી નહીં લડું. આ સાથે, તેમણે કહ્યું કે, હું ભાજપને જીતાડવા માટે કામ કરીશ. હું ચૂંટણી નહીં લડું, તેનો લેટર પણ ઉપર મોકલી આપ્યો છે. આ સાથે જ, રૂપાણી સરકારમાં પૂર્વ DyCM નીતિન પટેલે પણ પત્ર લખીને કરી જાણ કરી હતી કે, આ વખતની ચૂંટણી નહીં લડે. જણાવી દઈએ કે, નીતિન પટેલ મહેસાણા બેઠક પરથી ધારાસભ્ય છે.
જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટી (BJP) ની ટોચની નેતાગીરી આજે એટલે કે બુધવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી રહી છે. ઉમેદવારોના નામ નક્કી કરવા માટે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી છે. આ સમિતિમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા છે આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી શકે છે. જોકે CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ આ બેઠકમાં પહોંચ્યા છે.