વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની મુલાકાતે છે.પીએમ મોદીનો કાફલો રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.આ દરમિયાન એમ્બ્યુલન્સને જગ્યા આપવા માટે પીએમ મોદીએ તેમના કાફલાને રોક્યા હોવાનું જોવા મળ્યું હતું.પીએમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદીનો કાફલો રોકાયો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ પસાર થઈ રહી છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કાંગડાના ચંબી મેદાન ખાતે ભાજપના ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી રેલી યોજીને મોદી ગગ્ગલ એરપોર્ટ પરત ફરી રહ્યા હતા. ગગ્ગલ એરપોર્ટથી પીએમ હમીરપુરના સુજાનપુરમાં આયોજિત તેમની બીજી રેલીમાં પહોંચવાના હતા. મોદીનો કાફલો એરપોર્ટથી થોડે દૂર હતો ત્યારે તેમણે રસ્તાના કિનારે એક એમ્બ્યુલન્સ ઉભેલી જોઈ.
આ જોઈ મોદીએ તરત જ તેમનો કાફલો રોક્યો અને કહ્યું કે પહેલા એમ્બ્યુલન્સને બહાર કાઢો. એમ્બ્યુલન્સ રવાના થયા બાદ મોદીનો કાફલો ગગ્ગલ એરપોર્ટ પર પહોંચ્યો, જ્યાંથી તેમણે સુજાનપુર રેલી માટે ઉડાન ભરી.
#WATCH | Prime Minister Narendra Modi stopped his convoy to let an Ambulance pass in Chambi, Himachal Pradesh pic.twitter.com/xn3OGnAOMT
— ANI (@ANI) November 9, 2022
જે એમ્બ્યુલન્સ માટે પીએમ મોદીએ તેમના કાફલાને રોક્યો તે કાંગડાના ટાંડા સ્થિત ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મેડિકલ કોલેજ તરફથી આવી રહી હતી. જેમાં 43 વર્ષીય મહિલા બન્નુની લાશ હતી. એમ્બ્યુલન્સ મહિલાના મૃતદેહને તેના ઘરે ડુમતાલમાં મૂકવા જઈ રહી હતી. એમ્બ્યુલન્સ (HP-40C-2141) કાંગડાની એક ખાનગી સંસ્થા સેવા ભારતીની હતી.
એમ્બ્યુલન્સના ડ્રાઈવર સુશીલ કુમારે કહ્યું કે જ્યારે તેઓ ગગ્ગલ એરપોર્ટના ગેટ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં તૈનાત પોલીસ કર્મચારીઓએ તેમની ગાડી રોકી હતી. પોલીસકર્મીઓએ કહ્યું કે પીએમનો કાફલો અત્યારે આવી રહ્યો છે, તેથી કોઈ વાહનને આગળ જવાની મંજૂરી નથી. પોલીસકર્મીઓના કહેવાથી તેણે પોતાની એમ્બ્યુલન્સ રસ્તાની બાજુમાં ઊભી રાખી.
પીએમ મોદીની આ સંવેદનશીલતા ગયા મહિને ગુજરાતમાં પણ જોવા મળી હતી.જ્યારે પીએમને અમદાવાદથી ગાંધીનગર જતા રસ્તે એમ્બ્યુલન્સ દેખાઈ ત્યારે તેમણે તરત જ તેમનો કાફલો રોક્યો હતો.તે સમયે પણ પીએમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો.