બાબરી મસ્જિદ મુદાને લઇને અલ્હાબાદ હાઇકોર્ટે મોટું એલાન કર્યું છે. કોર્ટે લાલકૃષ્ણ અડવાણી સહિતનાં અન્ય નેતાઓને નિર્દોષ જાહેર કરવાનાં વિરોધ મુદા્ અંગેની યાચિકાને નામંજૂર કરી દેવામાં આવી છે. અયોધ્યાનાં 2 મુસ્લિમ રહેવાસીઓએ બીજેપી નેતાઓને નિદોર્ષ જાહેર કરવાનાં આદેશનો વિરોધ કર્યો હતો તેમની તરફથી હાઇકોર્ટમાં અરજી નોંધાવવામાં આવી હતી જેને નામંજૂર કરવામાં આવી છે. પરંતુ આ મુદામાં લાલકૃષ્ણ અડવાણી સહિતનાં નેતાઓને રાહત મળી છે.
સીબીઆઇની વિશેષ કોર્ટે લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 લોકોને નિર્દોષ જાહેર કર્યું હતું. પરંતુ આ આદેશને ફરી 2 અરજદારોએ અલ્હાબાદમાં યાચિકા મૂકી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી ત્યારે તે 2 લોકો ત્યાં હાજર હતાં. તેમનાં ઘરોને પણ નુક્સાન પહોંચ્યું હતું. તે પણ આરોપ મુકવામાં આવ્યો હતો કે એજન્સીઓએ આરોપીઓને બચાવવા માટે કામ કર્યું અને સરકાર દ્વારા પણ પીડિત પરિવારોને કોઇ મદદ કરવામાં આવી નથી. આ મામલામાં અલ્હાબાદ હાઇકોર્ટે 31 ઓક્ટોબરનાં પોતાનો નિર્ણય જણાવ્યો હતો.
બુધવારે કોર્ટે મોટું એલાન કરતાં યાચિકાકર્તાઓની યાચિકાને નામંજૂર કરી છે. જો કે સીબીઆઇએ પોતાના પહેલાનાં આદેશમાં સાફ કહ્યું છે કે મસ્જિદને તોડી પાડવામાં કોઇ પણ ષડયંત્ર નથી અને તે કારણે જ અડવાણી સહિતનાં બીજાં નેતાઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતાં.