ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 12મી યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી આજે વધુ એક ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 151 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. આજના ઉમેદવારી લિસ્ટ સાથે 158 ઉમેદવાર જાહેર કરાયા છે.
આપ દ્વારા 12મી યાદીમાં વધુ 7 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અંજારથી અર્જન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીમડીથી મયુર સાકરીયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી સ્વેજળ વ્યાસ, ઝઘડિયાથી ઊર્મિલા ભગનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
આજે આપના ઉમેદવારોની 12મી યાદી જાહેર કરતાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ સાથે જ આપના યુવરાજસિંહની ટિકિટ પાછી ખેંચવામાં આવી છે. યુવરાજસિંહ હવે દહેગામથી નહીં લડે. યુવરાજસિંહે બેઠક પરથી નામ પાછુ ખેંચ્યું છે. વિરોધ બાદ ટિકિટ બદલાઈ હોવાની ચર્ચા છે. દહેગામમાં સ્થાનિકને ટિકિટ આપવાની માગ હતી. યુવરાજને સ્ટાર પ્રચારક તરીકે નિમાયા છે. હવે દહેગામથી સુહાગ પંચાલ ચૂંટણી લડશે. આ સાથે જ પાર્ટી પર દરેક વિધાનસભાના ઉમેદવારને જીતાડવાનું ભારણ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 7 વિધાનસભા માટે વ્યૂહ રચના માટે આપ પાર્ટીના યુવરાજ સિંહને નિમવામાં આવ્યા છે.