ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે. કેજરીવાલ બાદ ગુજરાતમાં નીતીશકુમારની એન્ટ્રી થશે. હવે બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે. બિટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બિટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઇ છે. જેડીયુ અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો છે. તેમણે કહ્યુ કે, જેડીયુની મદદથી અમે ચૂંટણી લડીશું.
બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધનના સમાચાર સાથે જ સામે આવી રહ્યું છે કે, ગુજરાતમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે. તેમણે કહ્યુ કે, જનતાદળ અમારા જુના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. આજે જેડીયું સાથે બેઠક છે. બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું.
બીટીપી એક યાદી જાહેર કરી ચૂક્યું છે, જ્યારે આગામી દિવસોમાં વધુ ઉમેદવારો જાહેર કરવામાં આવશે. હવે તેઓ જેડીયુ સાથે મળીને ચૂંટણી લડવા જઇ રહ્યા છે. ચૂંટણીમાં કેટલાક બીટીપીના ઉમેદવાર હશે, જ્યારે કેટલાક જેડીયુના સાથી મળીને ચૂંટણી લડશે. તો હવે સવાલ એ છે કે, આ બન્ને સાતે ચૂંટણી લડશે તો ફાયદો કોને થશે?