સામાન્ય વર્ગના લોકોને આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવી યોગ્ય છે કે નહીં? આ અંગે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ યુયુ લલિતની ખંડપીઠ થોડીવારમાં આ અંગે ચુકાદો આપશે.
2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સામાન્ય વર્ગના લોકોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવા માટે બંધારણમાં 103મો સુધારો કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટમાં 40 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આના પર સુપ્રીમ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
EWS ક્વોટા શું છે?
જાન્યુઆરી 2019માં મોદી સરકાર બંધારણમાં 103મો સુધારો લાવી હતી. આ અંતર્ગત આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
કાયદા મુજબ, અનામત મર્યાદા 50 ટકાથી વધુ ન હોવી જોઈએ. હાલમાં દેશભરમાં એસસી, એસટી અને ઓબીસી વર્ગને જે અનામત મળે છે તે માત્ર 50 ટકાની મર્યાદામાં જ ઉપલબ્ધ છે. પરંતુ સામાન્ય શ્રેણીનો 10 ટકા ક્વોટા આ 50 ટકાની મર્યાદાની બહાર છે.