અમૃતસરમાં શિવસેનાના નેતા સુધીર સૂરીને શુક્રવારના દિવસે ગોળી મારીને હત્યા કરવા આવી છે. ગોપાલ મંદિરની બહાર કચરામાંથી મળી ભગવાનની મૂર્તિઓ મળી આવવાના વિરોધમાં શિવસેના નેતા મંદિરની બહાર ધરણા પર બેઠા હતા અને એ દરમિયાન ભીડમાંથી કોઈએ તેને ગોળી મારી હતી. આ ઘટના પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હાલ એમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું પણ હાલ મળતી જાણકારી અનુસાર એમનું મૃત્યુ થઈ ગયું છે. જણાવી દઈએ કે હાલ પોલીસે હુમલાખોરોને પકડવા માટે નાકાબંધી શરૂ કરી દીધી છે અને એવુ જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી સુધરી સુરી પર હુમલો કરવાની યોજના ઘડવામાં આવી હતી અને પોલીસે ગયા મહિને કેટલાક ગેંગસ્ટરોની ધરપકડ પણ કરી હતી.
પંજાબમાં એસટીએફ અને અમૃતસર પોલીસે ગયા મહિને 23 ઓક્ટોબરના રોજ જોઇન્ટ ઓપરેશનમાં 4 ગેંગસ્ટરોની ધરપકડ કરી હતી અને ધરપકડ કરાયેલ ગેંગસ્ટરો રિંદા અને લિંડાના ગુર્ગ હતા, એમની સાથે પૂછપરછમાં સામે આવ્યું હતું કે ધરપકડ કરાયેલા ગેંગસ્ટર શિવસેનાના નેતા સુધીર સૂરી પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા અને આ માટે એમને રેકી પણ કરી હતી. તેઓ આ કામ પૂરું કરે તે પહેલા જ પોલીસ અને એસટીએફે ચારેયને પકડી લીધા હતા. આ ઉપરાંત આરોપીઓએ એવી પણ કબૂલાત કરી હતી કે સૂરિ પર હુમલો દિવાળી પહેલા કરવાનો હતો પણ આ ગુંડાઓની ધરપકડથી પંજાબમાં મોટી ઘટના ટળી હતી.