પાકિસ્તાનમાં ઇમરાન ખાનની રેલીમાં ફાયરિંગ થયું છે જેમાં તે ઘાયલ થયાં છે. ઘટનામાં વધુ 4 લોકો પણ ઘાયલ થયાં છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
પાકિસ્તાનનાં પૂર્વ પીએમ ઇમરાન ખાન પર ફાયરિંગ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઇમરાન ખાન પાકિસ્તાનમાં આઝાદી માર્ચ કાઢી કહ્યાં હતાં. તે વર્તમાન સરકાર વિરુદ્ધ સડકો પર લગાતાર પ્રદર્શન કરી રહ્યાં છે. જ્યારથી તોશખાના મુદે ઇમરાન ખાન દોષી જાહેર થયાં છે ત્યારથી આ આઝાદી માર્ચ શરૂ થઇ છે. જે આજે પણ નિકળી હતી જેમાં ઇમરાન ખાન પર ફાયરિંગ કરવામાં આવી. આ સિવાય પૂર્વ રાજ્યપાલ ઇમરાન ઇસ્મેલ પણ ગોળીબારમાં જખમી થયાં છે.
પાકિસ્તાન ન્યૂઝના અહેવાલ મુજબ, ગોળી વાગવાથી ઈમરાન ખાન ઘાયલ થયા છે. તેમને જમણા પગમાં ગોળી વાગી હતી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. જોકે, બાદમાં સમાચાર એજન્સી PTIએ ઈમરાન ખાન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.