લખઉના પોશ વિસ્તાર હઝરતગંજ સ્થિત પ્રિન્સ માર્કેટના ચોથા માળે ગુરુવારે સવારે 11 વાગ્યે આગ લાગી હતી. જે સમયે આગ લાગી તે સમયે ત્યાં કાર્યરત કોચિંગ સેન્ટરમાં ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા. આગની જાણ થતાં જ અડધો ડઝનથી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ધુમાડાના કારણે ફાયર ફાઈટરોને સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. આગની માહિતી મળતાની સાથે જ તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે એમ્બ્યુલન્સની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે, જેથી અંદર કોઈ ફસાયું છે કે કેમ તે જાણી શકાય. પ્રાપ્ત માહિતી અનુસાર જે સમયે આ આગની ઘટના બની તે સમયે ઘણા વિદ્યાર્થીઓ કોચિંગમાં હાજર હતા. આ ઉપરાંત પ્રિન્સ માર્કેટમાં કપડાની ઘણી દુકાનો છે જ્યાં ગ્રાહકો અને કર્મચારીઓ હાજર હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ એક RO કંપનીની ઓફિસમાંથી શરૂ થઈ અને પછી ચોથા માળે, પછી ત્રીજા અને બીજા માળે લાગી હતી. ડીસીપી સેન્ટ્રલ અપર્ણા રજત કૌશિકે જણાવ્યું કે આગની માહિતી મળતા જ હઝરતગંજ ફાયર સ્ટેશનથી એક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે SDRFને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. જ્યારે બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે કોચિંગ સેન્ટરો ચાલુ હતા. તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતા. આગના ધૂમાડા જોઈને ડરી ગયેલા તમામ વિદ્યાર્થીઓ સીડી પરથી નીચે આવી ગયા હતા. ડીસીપીના જણાવ્યા અનુસાર લગભગ આઠ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.