મહારાષ્ટ્ર, તેલંગણા, બિહાર, હરિયાણા, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં 3 નવેમ્બરે સાત વિધાનસભા ક્ષેત્રોમાં પેટાચૂંટણી થવાની છે. આ પેટાચૂંટણી રાજકીય રીતે અતિ મહત્વની છે. હકીકતમાં મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયા બાદ આ પ્રથમ ચૂંટણી છે. તો વળી તેલંગણામાં આ વખત ભાજપે પુરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે, તેથી અહીં ભાજપના ઉમેદવારો માટે આશાનું કિરણ બની શકે છે. તો વળી બિહારમાં પણ સત્તા પરિવર્તન થયા બાદ પ્રથમ ચૂંટણી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં પેટાચૂંટણી થવાની છે. ધારાસભ્યનું આકસ્મિક નિધાન, બીજા રાજકીય પક્ષોમાં જોડાઈ જવું અને ગુનામાં કોર્ટ દ્વારા દોષિત ઠરતા ખાલી પડેલી સીટો પર અહીં પેટાચૂંટણી થવાની છે.
મુનુગોડે વિધાનસભા સીટ પર તેલંગણાની સત્તાધારી પાર્ટી ટીઆરએસ, વિપક્ષી ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વની છે. સમગ્ર મત વિસ્તારમાં 298 મતકેન્દ્રો પર 2.41 લાખથી વધારે મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. કોંગ્રેસ હાલના ધારાસભ્ય કોમાતીરેડ્ડી રાજગોપાલ રેડ્ડીની પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આ સીટ ખાલી છે. ગોપાલ રેડ્ડીએ અત્યાર સુધી ભાજપનો છેડો પકડેલો છે. આ સીટ પર કુલ 47 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય ટક્કર રાજ ગોપાલ રે્ડી (ભાજપ), ટીઆરએસના પૂર્વ ધારાસભ્ય કુસુકુંતલા પ્રભાકર રેડ્ડી અને કોંગ્રેસના પલવઈ શ્રાવંથી વચ્ચે છે.
મુંબઈમાં અંધેરી પૂર્વ વિધાનસભા ક્ષેત્ર માટે ગુરુવારે કુલ 2,71,502 મતદારો અને 256 મતદાન કેન્દ્રો પર પેટાચૂંટણી તૈયાર છે. અંધેરી પૂર્વ એક મહાનગરીય ક્ષેત્ર છે, જેમાં મોટા પાયે મહારાષ્ટ્રીયન મતદારો, ઉત્તર ભારતીય, દક્ષિણ ભારતીય, ઈસાઈ અને મુસલમાન સામેલ છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના જૂથ દિવંગત ધારાસભ્ય રમેશ લટકેની પત્ની રુતુઝા લટકેને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ રમેશ લટકેના આકસ્મિક નિધનના કારણે ખાલી થઈ છે. રુતુજાની ટક્કરમાં છ ઉમેદવારો છે, જેમાં ચાર અપક્ષ ઉમેદવાર છે.
મોકામા પેટાચૂંટણી માટે ભાજપે પહેલી વાર સીટ જીતમાં કોઈ કસર બાકી રાખી નથી. જ્યારે સત્તાધારી મહાગઠબંધનના સૌથી મોટા ઘટક રાજદે તેને ચાલુ રાખીને દરેક સંભવ કરી રહ્યું છે. ભાજપ ઉમેદવાર સોનમ દેવી રાજદની નીલમ દેવી વિરુદ્ધ છે. નીલમની ઉમેદવારીને સાત પક્ષને સમર્થન છે. જે ઓગસ્ટ મહીનામાં જદયૂ દ્વારા ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ બન્યા હતા.
મોકામા ઉપરાંત ગોપાલગંજમાં પણ પેટાચૂંટણી થવાની છે. ત્રણ મહિનાથી પણ ઓછા સમય પહેલા બનેલી નીતિશ કુમારની આગેવાનીવાળી મહાગઠબંધન સરકાર માટે આ પ્રથમ ચૂંટણી પરીક્ષા હશે. આ સીટ ભાજપ ઉમેદવાર સુભાષ સિંહના નિધન બાદ ખાલી પડી છે. ભાજપે તેમની પત્ની કુસુમ દેવીને ટિકિટ આપી છે. અને તેઓ રાજદ ઉમેદવાર મોહન પ્રસાદ ગુપ્તા વિરુદ્ધ ચૂંટણી લડશે.
આદમપુર વિધાનસભા પેટાચૂંટણીમાં લગભગ 1.71 લાખ પાત્ર મતદાા ભજન લાલ પરિવારના ભાગ્યનો નિર્ણય કરશે, કારણ કે પરિવાર પાંચ દાયકાથી પોતાના ગઢ પર કબ્જો જમાવીને બેઠો છે. આ સીટ પર કુલ 22 ઉમેદવારો છે. ચૂંટણી લડનારા મુખ્ય દળમાં ભાજપ, કોંગ્રેસ, ઈંડિયન નેશનલ લોક દળ અને આમ આદમી પાર્ટી છે.
ગોલા ગોકર્ણનાથ વિધાનસભા વિસ્તારમાં પેટાચૂંટણી સત્તાધારી ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ટક્કર થવાની નક્કી છે. કારણ કે, કોંગ્રેસ અને બસપા ચૂંટણીમાં ક્યાંય દેખાતી નથી. આ પેટાચૂંટણીમાં કુલ સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.