પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાત રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી , શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી બિલ્ડીંગના નવા એડમિનિસ્ટ્રેટીવ ભવનનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. ઈ લોકાર્પણ થતાજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી રાજ્યનીપ્રથમ ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ ધરાવતી કોલેજનું બહુમાન મેળવી લીધુ હતું.આનાથી આવનારા સમયમાં વિદ્યાર્થીઓેને ઘણો ફાયદો થશે.
પંચમહાલ જિલ્લાની આંન બાન અને શાન માનવામાં આવતી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી ત્યારે યુનિવર્સિટી પાસે પોતાનું બિલ્ડિંગ પણ નહતું . ત્યારે પોલીટેકનિક કોલેજના બિલ્ડિંગમાં ટેમ્પરવરી ધોરણે યુનિવર્સિટીના કામ કાજ શરૂ કરી દેવામાં આવ્યા હતા. માત્ર ગણતરીની કોલેજો અને ખૂબ ઓછા કોર્સિસ સાથે શરૂ થયેલ યુનિવર્સિટી આજે પંચમહાલ , દાહોદ ,મહીસાગર , વડોદરા જિલ્લાના લાખો વિધાર્થીઓને 191 કોલેજો સાથે લગભગ બધા જ કોર્સીસનું શિક્ષણ પૂરું પાડે છે.
7 વર્ષના સફળ કાર્યકાળ પછી પ્રથમ વખત યુનિવર્સિટીનું પોતાનું બિલ્ડિંગ જ્યારે વિધાર્થીઓ માટે ખુલ્લું મૂકવાનું છે ત્યારે વિદ્યાર્થીઓ પણ યુનિવર્સિટીનું કેમ્પસ જોઈ ગર્વની લાગણી મહેસુસ કરી રહ્યા છે. નોંધનીય બાબત છે કે , યુનિવર્સિટીનું નવનિર્માણ કેમ્પસ ગુજરાતનું પ્રથમ ગ્રીન એડનીનિસ્રેશન બ્લોક ધરાવતું રાજ્યનું પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી કેમ્પસ બન્યું છે. આવો જાણીએ શું છે ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો પ્રતાપસિંહ ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે , પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે પ્રધાનમંત્રીએ ગત વર્ષે ગ્લાસગોમાં યોજાયેલા COP26 સંમેલનમાં લાઈફસ્ટાઈલ ફોર એનવાયર્મેન્ટ (LiFE) ના વૈશ્વિક આંદોલનની જાહેરાત કરી હતી અને આંતરરાષ્ટ્રીય જન સમુદાયને LiFE ને આંતરરાષ્ટ્રીય આંદોલન તરીકે દોરી જવાની હાકલ કરી હતી. આ ઉપરાંત, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં પૃથ્વીને બચાવવા માટે રિડ્યુસ, રિયુઝ અને રિસાઈકલના સિદ્ધાંત પર પણ ભાર મૂક્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને ગોવિંદગુરુ યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં ગ્રીન બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય લીધો છે. ગોવિંદગુરુ યુનિવર્સિટી IGBC પ્રમાણિત ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાતની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બની છે.
આ ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક વધુ સારી ઈન્ડોર એન્વાયરમેન્ટ ક્વૉલિટી સાથે એનર્જી અને વોટર એફિશિયન્ટ બિલ્ડીંગ છે, જેનાથી, ઓપરેશન ખર્ચમાં 30-40 ટકા સુધીનો ઘટાડો થશે. આ પ્રોજેક્ટ દ્વારા 1.50 લાખ વિદ્યાર્થીઓ, 1500 પ્રોફેસરો, 838 પીએચડી વિદ્યાર્થીઓ, 239 કોલેજો અને 8 ભવનને લાભ થશે.
યુનિવર્સિટીના ચાન્સેલર દ્વારા યુનિવર્સિટીના નિર્માણ માટે સરકાર પાસે જમીનની માંગણી કરવામાં આવી હતી, જે જોતા સરકારે 2019 ની સાલમાં 142 એકર જમીન સંપાદન કરી યુનિવર્સિટી માટે ફાળવી હતી . સાથે સાથે 146 કરોડ રૂપિયા યુનિવર્સિટીના બાંધકામ માટે ફાળવવામાં આવ્યા હતા . જેમાંથી 52 કરોડના ખર્ચે 1.10 લાખ ચોરસ મીટરના એરિયામાં આઈ જી બી સી પ્રમાણિત ગ્રીડ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગ નું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે.
ગોધરા શહેરના વિંઝોલ ખાતે નવનિર્મિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું બિલ્ડિંગ બી એમ એસ એટલે કે બિલ્ડીંગ મેનેજમેન્ટ સિસ્ટમ થી સજ્જ છે. જેમાં વોટર એફિશિયન્ટ , હોટર હાર્ડવેસ્ટીંગ ,ડે લાઇટિંગ નો વધુમાં વધુ ઉપયોગ, ઠંડક માટે ધાબા પર ચાઇના મૌજિક ફીટ કરવામાં આવ્યા છે . ઉપરાંત વીજળી ઉત્પન્ન કરવા માટે સોલાર સિસ્ટમ ફીટ કરવામાં આવી છે તથા હોટલ હાર્ડ વેસ્ટિંગ માટે એક કુદરતી અને બે કુત્રિમ તળાવ ઉભા કરવામાં આવ્યા છે.