મોરબીમાં માતમ છવાયો છે. પુલ તૂટતાં મૃતકઆંક 134એ પહોચ્યો છે, ત્યારે મોરબીના પરા બજાર વિસ્તારમાંથી અંતિમયાત્રા નિકળતા વાતવરણમાં ગમગિની છવાઈ હતી. ગઇકાલે રવિવારના દિવસે પુલ પર ભારે ભીડ હતી, ત્યારે પુલ તૂટી પડતાં કેટલાય બાળકોએ છત્રછાયા ગુમાવી છે, તો કેટલાય પરિવારો વિખેરાયા છે. કેટલાય પરીવારો ઉજળી ગયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતો માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. મોરબીના બજારો સદંતર બંધ રહ્યા છે. મોરબીની ઘટનાથી સમગ્ર ગુજરાત શોકમય છે.
મોરબી પુલ દુર્ઘટનાની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. SIT અને FSLની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી છે. બ્રિજના કેબલની તપાસ કરાઈ છે. તેમની સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા. સાથે જ કૈલાસનાથન સહિતના અધિકારીઓ પણ હાજર હતા. મોરબીમાં હૈયાને હચમચાવી દે તેવી ઘટના સર્જાઈ છે, ત્યારે ઝૂલતો પુલ તુટતાં અનેક પ્રવાસીઓના મોત થયા છે, તો કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. NDRFની ટીમ સતત રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે.
બીજી બાજુ, દુર્ઘટના અંગે અશોક ગેહલોતે મેળવી માહિતી હતી. અશોક ગેહલોત મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. તેઓ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. તેમણે ઘટનાને પગલે તમામ કાર્યક્રમો રદ કરાયા છે. આ સિવાય શંકરસિંહ વાઘેલાએ પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે ઈજાગ્રસ્તો સાથે કરી વાતચીત કરી હતી. કોંગી નેતાઓએ ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. અર્જુન મોઢવાડિયા, પ્રતાર દૂધાત, જગદીશ ઠાકોર, લિલત કગથરા પણ હાજર હતા. શંકરસિંહ વાઘેલાએ યોગ્ય તપાસ કરવા માગ કરી છે.