કંડલા સેઝ કસ્ટમને કંડલા સ્પેશ્યલ ઇકોનૉમિક ઝૉન KASEZ માંથી પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં જબરી સાફળતા સાંપડી છે. પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ગુજરાતમાં ઠલવાઇ તેવી કસ્ટમ વિભાગના અધિકારીઑને કાને વાત પડતાં તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુન્દ્રા પોર્ટથી કંડલા સેઝોન તરફ આવતી વખતે કંડલા સેઝ કસ્ટમે કન્ટેનરમાંથી 8.76 કરોડની કિંમતનો સિગારેટનો જથ્થો ઝડપી લીધો હતો. બોક્સમાંથી 20 રૂપિયાની કિંમતની 20 હજાર સિગારેટ મળી આવી હતી.
કંડલામાંથી ઝડપાયેલ પ્રતિબંધિત સિગારેટ જથ્થોના સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે લા સ્પિરિટ નામની કંપનીએ કન્ટેનર મંગાવ્યું હતું. ઇનપુટ પર કાર્યવાહી કરીને કસ્ટમ્સે કન્ટેનરની તપાસ કરી હતી. જેને લઇને સબંધિત વિભાગ દ્વારા 555 બ્રાન્ડની સિગારેટના 219 બોક્સ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કંડલા જેવા મહાબંદર ઉપર વિદેશથી લાંગરતા જહાજોમાં અનેક એવી પ્રતિબંધિત અને કિંમતી ચીજ વસ્તુઓ આવતી હોય છે. છાશવારે આવા કિસ્સાઑ સામે પણ આવી રહ્યા છે. આથી સબંધિત એજન્સીઑની કામગીરી સામે પણ લોકોમાં સવાલો ઊભા થયા છે. બીજી તરફ સબંધિત વિભાગની લાપરવાહી અને આંખ મિચામણાને લઇને પણ આવા બનાવો વધી રહ્યા હોવાની ચર્ચા જાગી છે. ત્યારે પોર્ટ ઉપર જડબેસલાક દેખરેખ રાખવામાં આવે તો આવી ગતિવિધિઑ બંધ થઇ શકે છે.