ગુજરાત ચૂંટણીની તારીખોનું એલાન થોડા દિવસમાં જ થઈ શકે છે ત્યારે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે.
નોંધનીય છે કે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે.
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક સમાન આ યુનિફોર્મ સિવિલ કોડને લઈને કમિટીના ગઠન અંગે તમામ અધિકારી- મુખ્યમંત્રીને જણાવાયું છે.ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા કમિટીના ગઠન અંગે પણ પરશોત્તમ રુપાલાએ શૂર પુરાવ્યો હતો.પરશોત્તમ રુપાલાએ વધુમાં જણાવ્યું કે રામ મંદિર, ધારા 370, યુનિફોર્મ સિવિલ કોડ ખૂબ જૂના મુદ્દા છે. જેમાં ઘણા નાગરિકો યુનિફોર્મ સિવિલ કોડને અભાવે અન્યાય સહન કરતા હતા અને દાયકાઓથી યુનિફોર્મ સિવિલ કોડને લઈને લોકોના મનમાં અસંતોષ પણ હતો. આજ સુધી જીએસટીના તમામ તમામ નિર્ણય સર્વાનુમતે જ થયા હોવાનું પણ રૂપાલાએ ઉમેર્યું હતુ. સરકાર સર્વાનુમતે નિર્ણય લે છે તે લોકશાહીની તાકાત છે.
યુનિફોર્મ સિવિલ કોડથી શું ફાયદો થશે?
ફાયદા
• જ્ઞાતિ જાતી ધર્મ આધારિત કાયદાની વિસંગતતા દૂર થશે.
• સામાજિક સદભાવના વધશે
• મહિલાઓને લગતા કાયદા ધાર્મિક રીતે સમાન થવાથી અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રક્ષણ માટે આ કાયદો મદદરૂપ સાબિત થશે.
• જમીન, સંપત્તિ, વારસાઈ, દાન, લગ્ન, છુટાછેડા તામામ જગ્યાએ ધર્મ આધારિતનાં બદલે માનવતા અને ન્યાય આધારિત નિર્ણયો સામાજિક સમરસતા અને સમાનતા લાવશે.
શું છે યુનિફોર્મ સિવિલ કોડ?
- તમામ ધર્મના લોકોમાં એક જ નિયમ
- છૂટાછેડાના લેવા માટે એક કાયદો
- દાન મુદ્દે પણ એક કાયદો
- બાળક દત્તક લેવા, કે બાળક કસ્ટડી માટે એક કાયદો
- લગ્ન , લગ્નની ઉમર માટે એક કાયદો
- પરિવારની સંપતિના ભાગ માટે પણ એક કાયદો
- કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો
- તમામ ધર્મોના લોકો માટે સમાન કાયદો