દિવાળી દરમિયાન 108 ઈમરજન્સી ઓપરેશનના આગોતરા આયોજન થકી આપાતકાલીન સ્થિતિઓને સુચારૂ અને સરળ પ્રતિસાદ આપવામાં 108 EMS સક્ષમ રહી છે. જો કે દિવાળીના પર્વ દરમિયાન સામાન્ય દિવસોની તુલનામાં આપાતકાલીન સ્થિતિઓમાં વધારો પણ જોવા મળ્યો હતો. દિવાળી પર્વ પર(24મી ઓક્ટોબર), દિવાળીના આગલા દિવસે (25 મી ઑક્ટોબર) અને નવા વર્ષ (26મી ઑક્ટોબર) અને ભાઈ બીજના દિવસે ઈમરજન્સીમાં અનુક્રમે, 4.26%, 5.81% અને 17.03% જેટલો વધારો નોંધાયો છે.
રોડ અકસ્માતો (ટ્રોમા વ્હીક્યુલર), નોન-વ્હીકલ ટ્રોમા કેસો જેમ કે શારીરિક હુમલો અને બળી જવાના (Burns) નાઈમરજન્સી કેસોમાં એકંદરે વધારો થવા પામ્યો છે. જ્યારે નવા વર્ષ/ભાઈ બીજ (26 ઑક્ટોબર)ના રોજ સૌથી વધુ માર્ગ અકસ્માતો નોંધાયેલ હતા. જે સામાન્ય દિવસોના કેસો 424 ની તુલનામાં 914 જેટલા વધારે હતા. આમ નોંધપાત્ર રીતે સામાન્ય દિવસો કરતાં 115.57% જેટલા ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળેલ હતો, અને દિવાળીના 3 દિવસ દરમિયાન કુલ 734 જેટલા રોજના સરેરાશ માર્ગ અકસ્માતો નોંધાયેલ હતા. માર્ગ અકસ્માતોમાં મુખ્યત્વે 82% ટુ-વ્હીલરના અકસ્માતો છે.
અમદાવાદમાંથી નવા વર્ષ/ભાઈ બીજ (26 ઑક્ટોબર)ના રોજ પ્રાપ્ત થયેલી માર્ગ અકસ્માતની ઈમરજન્સીઓની સૌથી વધુ સંખ્યા (26 ઑક્ટોબર ના રોજ 102 કેસ અને 3 દિવસ દરમિયાન 271 કેસ) છે. જે સામાન્ય દિવસોની સરખામણીએ 40.37% વધારે છે. ત્યારબાદ સુરત જીલ્લામાં (26 ઓક્ટોબરના રોજ 83 કેસ અને 3 દિવસ દરમિયાન 90) ઈમરજન્સી કેસો નોંધાયેલ છે. જે સામાન્ય દિવસોની સરખામણીએ 87.50% વધારે છે, ત્યારબાદ વડોદરા જીલ્લામાં (નવા વર્ષે 43 અને 3 દિવસ દરમિયાન 111 કેસ) નોંધાયેલ છે જે 42.07% સામાન્ય દિવસો કરતા વધુ છે.
માર્ગ અકસ્માતોની સંખ્યાના સંદર્ભમાં સુરેન્દ્રનગર (389.80%), છોટાઉદેપુર (365.52%), મહીસાગર (356.52%) અને નવસારી (245.25%) જીલ્લાઓમાં સામાન્ય દિવસોની સરખામણીએ નવા વર્ષ/ભાઈબીજ પર માર્ગ અકસ્માતોની ટકાવારી સૌથી વધુ જોવા મળેલ છે.
પ્રાપ્ત થયેલ ઈમરજન્સીની બીજી સૌથી વધુ સંખ્યા શારીરિક હુમલાના કેસો છે, જે દિવાળીના 03 દિવસ દરમિયાન સરેરાશ 246 પ્રતિ દિવસ હતા અને દિવાળીના દિવસે પ્રાપ્ત થયેલ સૌથી વધુ ઈમાર્જન્સીની સંખ્યા 257 હતી, જે સામાન્ય દિવસોના 121 પ્રતિ દિવસના વલણની તુલનામાં વધુ એટલે કે 112.40 % જેટલી હતી.
જીલ્લાવાર શારીરિક હુમલાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાંથી શારીરિક હુમલાના કેસો (નવા વર્ષ/ભાઈ બીજ પર 46 કેસો અને 3 દિવસ દરમિયાન 157 કેસો, જે સામાન્ય દિવસોની સરખામણીએ 53.67% વધુ છે, દાહોદ (20 કેસ નવા વર્ષ /ભાઈ બીજ પર 3 દિવસ દરમિયાન 61 કેસો) ,જે સામાન્ય દિવસોની સરખામણીએ 466.04% વધુ છે, ત્યારબાદ ભાવનગર (નવા વર્ષ/ભાઈ બીજ પર 14 કેસ અને 3 દિવસ દરમિયાન 31 કેસ મળેલ છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ 187.67% વધુ છે, ત્યારબાદ જૂનાગઢ (નવા વર્ષ/ભાઈ બીજ પર 12 કેસ અને 3 દિવસ દરમિયાન 26 કેસ, જે સામાન્ય દિવસોની સરખામણીએ 445.45% વધારે છે.
દિવાળીના 03 દિવસ દરમિયાન બળી જવાના (Burns) સંબંધિત કેસોમાં પણ વધારો થયો હતો અને દિવાળીના દિવસે સૌથી વધુ Burns ના કેસો નોંધાયા હતા જે સામાન્ય દિવસોના 6 કેસોના વલણની સામે ૩૦ કેસો હતા, એટલે કે સામાન્ય દિવસો કરતા 400% વધારે Burns ના કેસો જોવા મળેલ છે.
Burns સંબંધિત કેસો મુખ્યત્વે અમદાવાદમાંથી (17 કેસ), સુરત અને રાજકોટ (7 કેસો પ્રતિ જીલ્લામાંથી), કચ્છ (5 કેસ), વડોદરા અને ભરૂચમાંથી 3-3 કેસ, ગાંધીનગર, ભાવનગર, આણંદ, મહીસાગર અને ખેડા માંથી 2-2 કેસ નોંધાયા હતા. અને પ્રતિ જીલ્લા દીઠ 1 કેસ વલસાડ, અમરેલી, છોટાઉદેપુર, બોટાદ, જૂનાગઢ, દેવભૂમિ-દ્વારકા અને ડાંગમાંથી નોંધાયેલ છે.
ગુજરાત માં અમદાવાદ ની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સિટીએમ વિસ્તારમાં રહેતા 65 વર્ષ ના એક વૃદ્ધને ફટાકડા ને કારણે માથામાં ઇજા થતાં લોહી વહેતું હોવાનો કિસ્સો નોંધાયો હતો જ્યારે રામોલ માં 6 વર્ષ ની બાળકી મોઢા ના ભાગે ફટાકડો ફૂટતા દાઝી હતી આ સાથે વટવામાં રહેતી 25 વર્ષ ની એક મહિલા હાથમાં દાઝી હતી.