એક મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે ગાંધી પરિવાર સાથે સંકળાયેલ રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF)નું ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાઇસન્સ રદ કરી દીધું છે. કાયદાના કથિત ઉલ્લંઘન બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્રએ આ પગલું 2020માં ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી આંતર-મંત્રાલય સમિતિની તપાસ અહેવાલ સામે આવ્યા બાદ ઉઠાવ્યું છે.
મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના 1991માં થઈ હતી. તેની વેબસાઇટ અનુસાર, ફાઉન્ડેશન શિક્ષણ ઉપરાંત આરોગ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજી, મહિલાઓ અને બાળકો અને વિકલાંગતા સહાય જેવા મુદ્દાઓ પર કામ કરે છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આરજીએફના પ્રમુખ છે. જ્યારે અન્ય ટ્રસ્ટીઓમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે.