ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આજે એટલે કે શનિવારે ચમોલીમાં મોટી દુર્ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ચમોલી જિલ્લાના થરાલી ખાતે ત્રણ મકાનો ભૂસ્ખલનની ઝપેટમાં આવતા હતા. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયાનું સામે આવ્યું છે.
આ ઘટના અંગે થરાલીના સબ-કલેક્ટર રવિન્દ્ર સિંહ જુવાંથાએ જણાવ્યું કે, અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. હાલમાં વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
નોંધનીય છે કે, ગયા મહિને હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. ભૂસ્ખલનને પગલે મકાન ધરાશાયી થતાં ત્રણ સગીર સહિત એક પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. તેઓ ઘરની અંદર સૂતા હતા ત્યારે આ ઘટના બની હતી.