હવે ચૂંટણીની આગલી રાતે અથવા તો મતદાનના દિવસ પહેલા રાજકીય પાર્ટીઓ મતદારોને લલચાવવું અઘરુ થઈ પડશે. ચૂંટણી પંચ નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે મતદાન પહેલા રેસ્ટોરંટમાં ફ્રીમાં ખાવાનું અને દારુની લાલચ આપવા પર પ્રતિબંધને 48 કલાકથી વધારીને 72 કલાક કરી શકે છે.
ચૂંટણી આચાર સંહિતામાં રાજ્યના એ તમામ લોકોનો સમાવેશ થશે, જે 18 વર્ષથી ઉપરના છે. જો તેમનું નામ મતદાર યાદીમાં નહીં હોય, તો પણ તેમને આચાર સંહિતાના નિયમનું પાલન કરવું ફરજિયાત છે.
ચૂંટણી પ્રચાર ખતમ થયા બાદ જો રાજકીય પાર્ટીઓ, ઉમેદવારો અથવા તેમના કાર્યકર્તાઓ કોઈ પણ મતદારોને લલચાવવા માટે ફ્રીમાં ભોજન કરાવે છે, તો આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવશે. તેના પર ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત દારુ પીવડાવવાના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. જેમાં 48 કલાકના પ્રતિબંધને લંબાવીને 72 કલાક કરી શકે છે.
ચૂંટણી પંચે પૈસાના વિતરણ પર પહેલાથી કડક નિયમો જાહેર કરી દીધા છે. ચૂંટણી પહેલા મતદારોને રૂપિયા આપવા અને અન્ય કોઈ લાલચ આપવા પર ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરે છે. હવે ડિજિટલ ટ્રાંજેક્શનના વધારે ચલણ બાદ કૈશ અને ડિજિટલ બંને માધ્યમો પર ચૂંટણી પંચની બાજનજર રહેશે. ડિજિટલ ટ્રાંજેક્શન જો મતદારોને લલચાવવા માટે કરવામાં આવશે, તો તેને ગુનો માનવામાં આવશે. તેમાં યૂપીઆઈ ટ્રાંજેક્શન પણ સામેલ છે.