રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થીઓએ ભેગાં થઇને એક વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો ખુલાસો થયો છે. આથી આ 5 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો છે. હાલમાં આ વિદ્યાર્થીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે 3 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે જ્યારે 2 વિદ્યાર્થીઓ ફરાર થઇ ગયા છે.
છાત્રને 3 વિકલ્પો આપી આ લોકોએ વિદ્યાર્થીનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ પણ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, યુનિવર્સિટીમાં અગાઉ પણ વિદ્યાર્થીનો આપત્તિજનક વીડિયો વાયરલ થયો હતો. મહત્વનું છે કે, યુનિવર્સિટીના દબાણના કારણે પરિવાર મીડિયા સામે કશું જ બોલવા તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સોશિયલ મીડિયામાં યુનિવર્સિટીમાંથી કેટલાક બિભત્સ વીડિયો વાયરલ થયા હતા. જેમાં એક વીડિયોમાં એક વિદ્યાર્થિની એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આલિંગન આપી રહી હોય તે પ્રકારના દ્રશ્યો કોઇએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા.
તુદપરાંત અન્ય એક વીડિયોમાં એક યુવક-યુવતી કિસ કરી રહ્યાં હોય તે પ્રકારના દ્રશ્યો પણ કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. ત્યારે વધુ એક વખત મારવાડી યુનિવર્સિટી વિવાદમાં સપડાઇ છે.