રાજકોટમાં CGST વિભાગે હાર્ડવેર પ્રોજેક્ટ બનાવતા 5 યુનિટો પર દરોડા પાડ્યા છે. શહેરના બાલાજી હાર્ડવેર પ્રોડક્ટ અને બાલાજી એન્ટ્રપ્રાઈઝમાં CGSTએ દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. તપાસમાં અંદાજે રૂપિયા 1 કરોડની ટેક્સ ચોરી સામે આવી શકે છે. બાલાજી ક્રિએશન, બાલાજી મેટલ પ્રોડક્ટ અને મહાવીર મેટલ પ્રોડક્ટમાં CGST વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક-બે દિવસ અગાઉ સુરતના વરાછા ખાતે DGGIએ દરોડા પાડ્યા હતા. DGGIએ ઓટોપાર્ટ્સ વિક્રેતાને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં રૂપિયા 10 કરોડની ટેક્સ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. વેચેલો માલ ચોપડે દર્શાવ્યા વિના ક્રેડિટ આપી હોવાનું ખુલ્યું હતું. રેગ્યુલર રિટર્ન ન ભર્યું હોવાના કારણે DGGI એ દરોડા પાડ્યા હતા.
તદુપરાંત સુરતના સચિન SEZને ત્યાં DRIએ દરોડા પાડ્યા હતા. જેમાં 3 કિલો સોનું, 122 કેરેટ હીરા અને બ્રાન્ડેડ ઘડિયાળ ઝડપાઇ હતી. મિસ ડિકલેરેશન કરીને અમેરિકાથી ઈમ્પોર્ટ કરવામાં આવ્યું હતું. આ તમામ વસ્તુઓની કુલ કિંમત 1.75 કરોડ રૂપિયા છે. બાતમીના આધારે DRIએ દરોડા પાડ્યા હતા.