રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. જો કે સૂકા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની સાંભવના છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં માવઠાની સાંભવના છે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 5 દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં વારંવાર હવાના દબાણ ઉભા થયા હતા અને હજુ પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શકયતા છે. દક્ષિણ ચીન ચક્રવાત સર્જાતા બાંગ્લાદેશ પૂર્વીય ભારત દક્ષિણ પૂર્વીય તટ સામાન્ય વાવાઝોડું કે વરસાદની શકયતા રહેશે.
ઉત્તર પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે હિમ વર્ષા કે કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. દિવાળીના આસપાસ અને નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે. આ આરસામાં દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમા વાવાઝોડું ફૂંકાવવાની શકયતા છે. જોકે, વાવાઝોડાની પુષ્ટિ હવામાન વિભાગ કરી શકશે. કેરળ, તમિલનાડુ ઓરિસ્સા, કર્ણાટકમાં વરસાદની શકયતા રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ફૂંકાશે અને ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. દિવાળીની આસપાસ અને બેસતા વર્ષની શરૂઆતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માવઠાની અસર થવાની શકયતા છે.
દિવાળીના તેહેવાર પર આસપાસ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વાદળો આવશે. જોકે, વાદળછાયું વાતાવરણ થશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થશે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, દિવાળીના તહેવાર અને બેસતા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી છાપતા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે પરંતુ ચોમાસું પાક છે તે તૈયાર થઈ ગયો છે અને તેવા સંજોગમાં જો સામાન્ય વરસાદી ઝાપટાં પણ પડે એ તો ખેડૂતોનો ભાગ બગાડી શકે છે.