અમદાવાદમાં ‘ડિફેન્સ એક્સપો’ની શરૂઆત કરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસથી જવાનો તેનું રિહર્સલ કરતા હતા અને દિલધડક કરતબોની પ્રેક્ટિસ કરતા હતા. ત્યારે હજારો લોકોની હાજરી વચ્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર ડિફેન્સ એક્સપો 2022ની શરૂઆત થઈ હતી.
અમદાવાદમાં છેલ્લા ઘણાં દિવસથી સેનાની ત્રણેય પાંખો ડિફેન્સ એક્સપોનું રિહર્સલ કરતી હતી. ત્યારે આજે અમદાવાદના રિવરફ્રન્ટના બંને તરફ હજારો લોકોની હાજરીમાં રિવરફ્રન્ટ એક્સપો 2022ની શરૂઆત કરવામાં આવી હતી.આ ડિફેન્સ એક્સપોમાં સારંગ હેલિકોપ્ટર મોરના પંખ સાથે ડિઝાઇન કરેલા સારંગ હેલિકોપ્ટર આખા ડિફેન્સ એક્સપોની શાન બની રહ્યા હતા. હેલિકોપ્ટર દ્વારા એક એક પલ દિલ ધડક કરતબોના કારણે લોકો બૂમો પાડી રહ્યા હતા.
એક સમયે એક ફૂટના અંતરે જ હેલિકોપ્ટર પસાર થયા હતા, ત્યારે લોકો અવાક બની ગયા હતા અને આ દ્રશ્ય જોઈને સેનાના શૌર્યને સલામ કરી રહ્યા હતા. રિવરફ્રન્ટ એક્સપો 2022માં નદીમાં ગોઠવેલું દુશ્મનોનું ભારતીય જવાનના હાથે નાબૂદ કરવામાં આવ્યું હતું. તે સમગ્ર ઘટના લોકો જીવનભર ભૂલી ના શકે તેવી હતી.
સુરક્ષા દળની અલગ અલગ પાંખો દ્વારા અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર ચાર દિવસ સુધી અલગ અલગ કરતબો બતાવવામાં આવશે. ત્યારે હજારોની સંખ્યામાં લોકો જોવા ઉમટશે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે રિવરફ્રન્ટના બંને તરફના રસ્તાઓને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ તેના માટે ચાર દિવસ સુધી વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.
આ ડિફેન્સ એક્સપો જોવા આવનારા મુલાકાતીઓએ www.eventreg.in/registration/visitor વેબસાઈટ પર ઈ-ટિકિટ લેવાની રહેશે. આ ટિકિટ વિનામૂલ્યે મળશે. પરંતુ પ્રદર્શન સ્થળના પ્રવેશ દ્વારા પર ક્યૂઆર કોડ અથવા બારકોડ સ્કેન કરાવવાનો રહેશે. ઈ-ટિકિટમાં ઉલ્લેખ કરાયેલી તારીખ અને સમય પર જ પ્રવેશ મળશે. આધારકાર્ડ, લાઈસન્સ કે પાનકાર્ડ પ્રવેશ દ્વાર પર બતાવવું પડશે.
અહીં નાનાં-નાનાં હેલિકોપ્ટર દ્વારા પણ વિવિધ કરતબ કરવામાં આવ્યા હતા. તેમાં લાઇવ રેસ્ક્યૂ કેવી રીતે કરવામાં આવે છે તે પણ બતાવવામાં આવ્યુ હતુ. ઇન્ડિયન નેવીનું સી કિંગ હારપુન હેલિકોપ્ટર પણ રોજ સાંજે રિવરફ્રન્ટ પર જોવા મળ્યુ હતુ. અહીં NDRF અને ફાયરની ટીમ તકેદારીના ભાગરૂપે રાખવામાં આવી હતી.
તારીખ 18 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી ડિફેન્સ એક્સપો હોવાને કારણે લોકો રિવરફ્રન્ટથી જ તેને માણી શકે તે માટે પૂર્વ અને પશ્ચિમ બંને રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યાં છે. રિવરફ્રન્ટનો પશ્ચિમ માર્ગ બંધ: બપોરે 3થી રાતના 9 સુધી વાડજ સ્મશાન ગૃહ કટથી શરૂ થતો પશ્ચિમનો આંબેડકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટ રોડ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ: વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સકકલ થઇ ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ મધ્યભાગ થઈ બાટા શો રૂમ ચાર રસ્તા થઈ ડિલાઈટ ચાર રસ્તા થઈ નહેરૂબ્રિજ ચાર રસ્તા થઈ ટાઉનહોલ ચાર રસ્તા થઈ પાલડી ચાર રસ્તા થઈ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈ અંજલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ અવર જવર કરી શકાશે.
રિવરફ્રન્ટનો પશ્ચિમ માર્ગ બંધ: સવારે 8થી રાતના 9 સુધી ડફનાળા ચાર રસ્તાથી રિવરફ્રન્ટ રોડથી પૂર્વનો આંબેડકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટ રોડ વાહનોની અવર જવર માટે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ: ડફનાળા ચાર રસ્તા થઈ શાહીબાગ અંડરબ્રિજ થઈ નમસ્તે સર્કલ થઈ દિલ્લી દરવાજા થઈ મીરઝાપુર રોડ થઈ વીજળી ઘર તેમજ લાલ દરવાજા રોડનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.