મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લાંબી ચર્ચાઓ બાદ અનેક નિર્ણય લેવામાં આવ્યા હતા. જેની માહિતી આપતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ઐતિહાસિક નિર્ણય લેતા બાંધકામ નિયમિત કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.
વર્ષ 2011માં અનેક જગ્યાએ અનધિકૃત બાંધકામ થયા હતા. જેથી જનતાની ઈચ્છા હતી કે આ મામલે સરકાર ત્વરિત કોઈ નિર્ણય કરે જેથી આ વટહુકમથી લોકોને ખૂબ મોટો ફાયદો થશે. તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને બાંધકામ નિયમિત કરતો વટહુકમનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. રેરા સિવાયના બાંધકામોને સરકારના નિર્ણયથી ફાયદો થશે.
ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે.50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે. 50થી 100 ચો.મીટર સુધી 6 હજાર ફી, 100થી 200 ચો.મીટર સુધી 12 હજાર ફી નિયત કરાઈ છે. 50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે. આંતર માળખાકીય સવલતો માટે મળેલી ફીની રકમનો ઉપયોગ થશે. તેમજ ઈમ્પેક્ટ ફીની રકમથી જે-તે શહેરની આંતરમાળખાકીય સવલતો ઉભી કરવામાં આવશે.