પીએમ મોદીએ કહ્યું કે વન નેશન, વન ફર્ટિલાઈઝરથી ખેડૂતોને સારુ ખાતર મળી રહેશે. તેમણે કહ્યું કે દેશમાં હવે હવે એક જ નામ, એક જ બ્રાન્ડથી યુરિયાનું વેચાણ થશે અને તે બ્રાન્ડનું નામ છે ભારત. હવે દેશમા યુરિયા ભારત બ્રાન્ડથી મળશે.
પીએમ મોદીએ કહ્યું કે વન નેશન, વન ફર્ટિલાઈઝરથી ખેડૂતોને સારુ ખાતર મળી રહેશે.
તેમણે કહ્યું કે દેશમાં હવે હવે એક જ નામ, એક જ બ્રાન્ડથી યુરિયાનું વેચાણ થશે અને તે બ્રાન્ડનું નામ છે ભારત. હવે દેશમા યુરિયા ભારત બ્રાન્ડથી મળશે. પીએમ મોદીએ કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતો ઘેર બેઠા દેશની કોઈ પણ મંડીમાં પોતાની ઉપજ વેચી શકશે અને આ e-NAMના માધ્યમથી કરાઈ રહ્યું છે. મોદીએ કહ્યું કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નાના ખેડૂતોને લાભ મળી રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આપણે ત્યાં જે પરંપરાગત રીતે મોટા અનાજ- બાજરો હોય છે, તેના બીયારણની ગુણવત્તા વધારવા માટે આજે પણ દેશમાં અનેક હબ બનાવાઈ રહ્યાં છે. ભારતના મોટા અનાજ આખી દુનિયામાં પ્રોત્સાહન મેળવી રહ્યાં છે. તેને માટે સરકારના પ્રયાસોથી હવે પછીના વર્ષને મોટા અનાજ આંતરરાષ્ટ્રીય વર્ષ પણ જાહેર કરાયું છે.
પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોને ઓછા ભાવે ખાતર મળે તેને માટે ચાલુ વર્ષે લગભગ અઢી લાખ કરોડ રુપિયા કેન્દ્ર સરકારે ફક્ત યુરિયા માટે ફાળવ્યાં છે. આયાત પર થઈ રહેલા ખર્ચને ઓછો કરવા માટે દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપણે બધાએ મળીને સંકલ્પ કરવો પડશે.