ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે કોંગ્રેસ – NPC નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક થઇ હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી અને NCP પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા હતા. બેઠકમાં રઘુ શર્મા, જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર હાજર રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. તમામ રાજકીય પક્ષો સક્રીય જોવા મળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થાય તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે. આ મામલે કોંગ્રેસ – NPC નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક મળી હતી. બેઠકમાં રઘુ શર્મા, જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર હાજર રહ્યા હતા. બેઠક બાદ હવે ગઠબંધન કેવી રીતે થશે તે પણ મહત્વનું છે.
એનસીપી નેતા જયંત બોસ્કીએ ગઢબંધન થઇ ગયું છે. અમે લિમિટેડ 5થી 7 સીટની વાત કરી છે. કોંગ્રેસ પક્ષ સહમત છે. અમે બહુ સારી રીતે ચૂંટણી લડીશું. આ વખતે કોંગ્રેસ-એનસીપીની સરકાર રચાશે. મારે કે એનસીપીના કોઇ નેતાનો કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે કોઇ મતભેદ થયો નથી. અમે અને કોંગ્રેસ પક્ષ પોઝિટિવ છે.
આ સાથે જ ગઠબંધનની જાહેરાત અંગે સવાલ પૂછતાં તેમણે કહ્યું હતું કે, આજે રાતે અશોક ગેહલોત સાથે બેઠક છે અને આવતી કાલે પ્રેસ કોન્ફરન્સ છે. અમે પહેલા 12 સીટ માંગી હતી, હવે 5-7 સીટોની વાત છે. એમાં પણ કોઇ ભાંગછોડ કરવાની વાત આવશે તો અમે તૈયાર છીએ.