જૂનાગઢમાં રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર પવન સાથે આંધી આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતીને પગલે હાલ પૂરતો આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે આજે રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. આજે સવારે ગિરનાર પર્વત પર અચાનક જ પવનની આંધી ફૂંકાઇ હતી. ખૂબ જ ગતિમાં પવન ફૂંકાતા રોપવે સેવાની સલામતીને પગલે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે વહેલી સવારે અને રાતે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આવામાં આજે સવારે ગિરનાર પર્વત પર ભારે પવન સાથે આંધૂ ફૂંકાઇ હતી. પવનની ગતિ ખૂબ જ વધુ હોવાથી રોપ વે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની હતી. આવામાં સલામતીના ભાગરૂપે આજે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે પવનને લીધે રોપ વે ટ્રોલી ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી.
બીજી બાજુ, દિવાળીના તહેવારમાં જૂનાગઢ રોપ વેની ક્ષમતામાં વધારો કરાયો છે. 6 નવી ટ્રોલી ઉમેરાતા હવે દર કલાકે 1000 પ્રવાસીઓ મજા માણી શકશે. દિવાળીના તહેવારને લઈને રોપ વેની ક્ષમતામાં વધારો કરાયો છે. રોપ વેની નવી 6 ટ્રોલીઓ મૂકવામાં આવી છે. રોપ વેની ટ્રોલીની સંખ્યા 25થી વધારીને 31 કરવામાં આવી છે. મહત્વનું છે કે, પ્રવાસીઓને સુવિધા માટે ઓનલાઈન બુકિંગ પણ શરુ કરવામાં આવ્યું છે. વેકેશનમાં સમયગાળામાં જૂનાગઢ અને ગીર જંગલના મુલાકાતીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળે છે. આવામાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દર કલાકે 800 પ્રવાસીઓની ક્ષમતા વધારી હવે 1000 પ્રવાસીઓ સફર માણી શકશે. દિવાળીના 15 દિવસના વેકેશનમાં અંદાજિત 1 લાખ પ્રવાસીઓ રોપ વેની સફર કરી શકે છે