કોંગ્રેસ પાર્ટી માટે સૌથી મહત્વની ગણાતી અધ્યક્ષ પદની ચૂંટણી આજે ફરી એક વાર ઈતિહાસ રચવા જઈ રહી છે. પાર્ટી લગભગ 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વાર ચૂંટણીમાં મતદાન કરી પાર્ટીના અધ્યક્ષની પસંદગી કરશે. તેની સાથે જ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાર્ટી અધ્યક્ષ ચૂંટણી ન લડવા પર 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારનો કોઈ વ્યક્તિ અધ્યક્ષ બનશે.
પાર્ટી અધ્યક્ષ માટે મતદાન આજે સોમવારે થશે અને મતગણતરી બુધવારે થશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરુર વચ્ચે યોજાશે, જેને લઈને પ્રદેશ કોંગ્રેસ સમિતિના 9000 જેટલા ડેલીગેટ્સને મનાવવા માટે અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કરી રહ્યા હતા. ખડગને આમ તો આ પદ માટે પસંદગીના તથા અનાધિકારક રીતે આધિકારિક ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં વરિષ્ઠ નેતા તેમનું સમર્થન કરી રહ્યા છે.
જ્યારે થરુર પોતાને પરિવર્તન કરનારા ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે અને પાર્ટીના અંદરના મુદ્દાને ખૂબ જ સારી રીતે ઉઠાવી રહ્યા છે. જો કે બંને ઉમેદવાર અને પાર્ટી કહ્યું કે, ગાંધી પરિવાર નિષ્પક્ષ છે અને કોઈ આધિકારિક ઉમેદવાર નથી. ચૂંટણીના મહત્વ વિશે પૂછતા કોંગ્રેસના જનસંપર્ક પ્રભારી મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, આ હકીકતમાં છઠ્ઠીવાર છે કે કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં અધ્યક્ષ પદ માટે આંતરિક રીતે ચૂંટણી થઈ રહી છે.
તેમણે કહ્યું કે, મીડિયાએ 1939, 1950 અને 1997 અને 2000નો ઉલ્લેખ કર્યો પણ 1977માં પણ ચૂંટણી થઈ હતી, જ્યારે કાસૂ બ્રહ્માનંદ રેડ્ડી ચૂંટાયા હતા. કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો છે કે, તેમના આંતરિક લોકતંત્રીની કોઈ અન્ય પાર્ટી બરાબરી કરી શકે નહીં. અને તે એકલી એવી પાર્ટી છે, જેમાં સંગઠનાત્મક ચૂંટણી માટે કેન્દ્રીય સત્તામંડળ છે. કોંગ્રેસના 1939ના અધ્યક્ષ પદ ચૂંટણીમાં મહાત્મા ગાંધીના ઉમેદવાર પી.સીતારમૈયા, નેતાજી સુભાષ ચંદ્ર બોસ સામે હારી ગયા હતા.