કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવાની સરકારે તારીખ જાહેર કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે પછીનો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં આવવાનો છે. જો તમે પણ 12માં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 17 ઓક્ટોબરે પીએમ કિસાન યોજના હેઠળ 10 કરોડથી વધુ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયા જમા કરશે. સરકાર 17 ઓક્ટોબરે લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2000ની રકમ જમા કરી દેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ કિસાન) યોજનાને પીએમ મોદીએ 2019માં લોન્ચ કરી હતી.
આ યોજનાનો ઉદ્દેશ દેશભરના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને ખેતીલાયક જમીનની સાથે આવક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ વાર્ષિક ₹6000ની રકમ ₹2000ના 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જ આપવામાં આવે છે. નાણાકીય વર્ષમાં પીએમ કિસાનનો હપ્તો ત્રણ વખત જમા થાય છે. પ્રથમ એપ્રિલ અને જુલાઈની વચ્ચે, બીજું ઓગસ્ટ અને નવેમ્બરની વચ્ચે અને ત્રીજું 3 ડિસેમ્બરથી માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે.
આ રીતે લિસ્ટમાં નામ ચેકી કરી શકાય
1. સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in જવું પડશે.
2. તેના હોમપેજ પર, તમને ફાર્મર્સ કોર્નરનો વિકલ્પ દેખાશે.
3. ફાર્મર્સ કોર્નર સેક્શનની અંદર તમારે લાભાર્થીઓની યાદીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરવાની રહેશે.
આ પછી, તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવું પડશે. આ પછી, લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ બહાર આવશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.