એકબાજુ અમેરિકા જ્યાં પાકિસ્તાનની સાથે ફાઈટર વિમાનોના કરાર કરે છે, તો બીજી તરફ હવે પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને લઇને આ નિવેદન આપ્યું છે. યાદ રહે કે પાકિસ્તાન વિદેશમાંથી મળતા સૈન્ય હથિયારોનો ઉપયોગ ભારત સામે કરે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને લઇને મોટુ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, મને લાગે છે કે કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક પાકિસ્તાન છે, કારણકે આ દેશની પાસે કોઈ કરાર વગર પરમાણુ હથિયાર છે.
વ્હાઈટ હાઉસે જો બાઈડેનનુ નિવેદન જાહેર કર્યુ છે. બાઈડને આ વાત ડેમોક્રેટીક કોંગ્રેસના અભિયાન સમિતિના સ્વાગત સમારોહમાં કહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે રશિયા-યુક્રેન સંઘર્ષને લઇને પણ ટીપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે આ સંઘર્ષથી દુનિયા ખૂબ પ્રભાવિત થઇ છે. આ ઉપરાંત તેમણે અન્ય દેશોની સાથે વોશિંગ્ટનના સંબંધો અંગે પણ વાતચીત કરી.
ધ ડૉન મુજબ પાકિસ્તાનના ઉર્જા મંત્રી ખુર્રમ દસ્તગીરે બાઈડનના નિવેદનને નિરાધાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ઘણી વખત પાકિસ્તાનના પરમાણુ નિવારકને સત્યાપિત કર્યુ છે. વ્હાઈટ હાઉસ મુજબ અમેરિકન રાષ્ટ્રપ્રમુખે પોતાના સંબોધનમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પર હુમલો કરતા કહ્યું, શું તમારામાંથી કોઈએ ક્યારેય વિચાર્યુ હતુ કે ક્યુબા મિસાઈલ સંકટ બાદ કોઈ રશિયન નેતા પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપી શકે છે.
માત્ર ત્રણ, ચાર હજાર લોકોને મારી શકે છે. બાઈડેને વધુમાં કહ્યું, શું કોઈએ વિચાર્યુ હતુ કે આપણે એવી સ્થિતિમાં હોઈશુ જ્યાં રશિયા, ભારત અને પાકિસ્તાનની સાપેક્ષ ચીન પોતાની ભૂમિકાની જાણકારી લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે?