દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને ગોળી મારીને ઘાયલ કર્યો હતો. આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો ન હતો.
મળતી જાણકારી અનુસાર, શોપિયાં જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં આતંકીઓએ કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણા ભટને ગોળી મારીને લોહીલુહાણ કરી દીધા હતા. ત્યારબાદ આતંકીઓ ભાગી ગયા હતા. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
પૂરણ હોસ્પિટલમાં જીવનની જંગ હારી ગયો છે. સાથે જ માહિતી મળતા જ પોલીસ અને સુરક્ષાદળોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આતંકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી છે.
12 મેના રોજ બડગામ જિલ્લામાં મહેસૂલ વિભાગના અધિકારી પર આતંકવાદીઓએ ગોળી મારી હતી. તહસીલ ઓફિસમાં ઘૂસીને આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ નામના અધિકારીને નિશાન બનાવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાહુલનું મોત થયું હતું.