રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવા મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ ઘટનામાં એક પણ પેપરનાં કવરનાં સીલ તૂટ્યા ન હોવાનો ખુલાસો થયો છે. જે ખરેખર ચોંકાવનારી ઘટના કહી શકાય. ત્યારે હજુ સુધી આ મામલે પેપર કોણે ફોડ્યું અને ક્યાંથી ફૂટ્યું તે રહસ્ય હજુ પણ અકબંધ છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવા મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ ઘટનામાં એક પણ પેપરનાં કવરનાં સીલ તૂટ્યા ન હોવાનો ખુલાસો થયો છે. જે ખરેખર ચોંકાવનારી ઘટના કહી શકાય. ત્યારે હજુ સુધી આ મામલે પેપર કોણે ફોડ્યું અને ક્યાંથી ફૂટ્યું તે રહસ્ય હજુ પણ અકબંધ છે.
જોકે પેપર યુનિવર્સિટી અથવા તો ઓફસેટમાંથી લીક થયાની આશંકા સેવવામાં આવી રહી છે. આ મામલે ભક્તિનગરના PI સરવૈયાએ ખુદ યુનિવર્સિટીમાં જઈને તપાસ હાથ ધરી હતી. હાલમાં આ પેપર લીક મામલે FSLની પણ મદદ લેવાઈ છે.
જોકે પેપર યુનિવર્સિટી અથવા તો ઓફસેટમાંથી લીક થયાની આશંકા સેવવામાં આવી રહી છે. આ મામલે ભક્તિનગરના PI સરવૈયાએ ખુદ યુનિવર્સિટીમાં જઈને તપાસ હાથ ધરી હતી. હાલમાં આ પેપર લીક મામલે FSLની પણ મદદ લેવાઈ છે.
તમને જણાવી દઇએ કે, BBA અને B.COMની પરીક્ષાના પેપર લીક થયા હતા. ત્યારે BCom સેમ-5ની પરીક્ષાને લઇને ગઇકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો હતો. એટલે કે BCom સેમ-5ની પરીક્ષા 18મી ઓક્ટોબરે યોજાશે. તમને જણાવી દઇએ કે, BBA અને B.COMની પરીક્ષાના પેપર લીક થયા હતા. ત્યારે BCom સેમ-5ની પરીક્ષાને લઇને ગઇકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો હતો. એટલે કે BCom સેમ-5ની પરીક્ષા 18મી ઓક્ટોબરે યોજાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને B.Comની પરીક્ષાના પેપર લીક થયાની ઘટના સામે આવતા યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો હતો. એટલે કે હવેથી પહેલાની માફક પરીક્ષાના લાઈવ CCTV કોઈ પણ જોઈ શકશે. જોકે પરીક્ષાના લાઇવ CCTV યુનિવર્સિટીની સિસ્ટમમાં જ જોઈ શકાશે. CCTVની લાઈવ વ્યવસ્થા બાદ યુનિવર્સિટીએ રદ થયેલી B.COM સેમ 5ની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને B.Comની પરીક્ષાના પેપર લીક થયાની ઘટના સામે આવતા યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો હતો.
એટલે કે હવેથી પહેલાની માફક પરીક્ષાના લાઈવ CCTV કોઈ પણ જોઈ શકશે. જોકે પરીક્ષાના લાઇવ CCTV યુનિવર્સિટીની સિસ્ટમમાં જ જોઈ શકાશે. CCTVની લાઈવ વ્યવસ્થા બાદ યુનિવર્સિટીએ રદ થયેલી B.COM સેમ 5ની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાં પણ પેપર પહોંચી ગયા હતા. આથી હોબાળા બાદ બન્ને પરીક્ષાના પેપરો માર્કેટમાં પહોંચવા અંગે તપાસ હાથ ધરાઇ હતી. જોકે આ ઘટનાની જાણ થતા જ પરીક્ષા નિયામક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પેપર ફોડનાર સામે ફરિયાદ પણ દાખલ કરાવાઇ હતી.
પરીક્ષાના એક દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રો પર પેપરો મોકલાય છે. 13 ઓક્ટોબરે લેવાનારી પરીક્ષાના પેપરની કોપી 12 ઓક્ટોબરે ફરતી થઈ ગઇ હતી. ખાનગી કોલેજોના સંચાલકો રાતે જ વિદ્યાર્થીઓ પાસે પેપર લખાવતા હોવાની ચર્ચા સામે આવી હતી. જોકે પરીક્ષા નિયામકે ઘટના બાદ તાત્કાલિક પેપરો રદ કરાવ્યા હતા. તદુપરાંત પેપરલીકની આ ઘટના બાદ અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનો પેપર લીકની ઘટનાઓને પગલે રોડ પર ઉતરી આવ્યા હતા. પેપર લીક મામલે રાજકારણ પણ તેજ થઇ ગયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાં પણ પેપર પહોંચી ગયા હતા. આથી હોબાળા બાદ બન્ને પરીક્ષાના પેપરો માર્કેટમાં પહોંચવા અંગે તપાસ હાથ ધરાઇ હતી.
જોકે આ ઘટનાની જાણ થતા જ પરીક્ષા નિયામક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પેપર ફોડનાર સામે ફરિયાદ પણ દાખલ કરાવાઇ હતી. પરીક્ષાના એક દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રો પર પેપરો મોકલાય છે. 13 ઓક્ટોબરે લેવાનારી પરીક્ષાના પેપરની કોપી 12 ઓક્ટોબરે ફરતી થઈ ગઇ હતી. ખાનગી કોલેજોના સંચાલકો રાતે જ વિદ્યાર્થીઓ પાસે પેપર લખાવતા હોવાની ચર્ચા સામે આવી હતી. જોકે પરીક્ષા નિયામકે ઘટના બાદ તાત્કાલિક પેપરો રદ કરાવ્યા હતા. તદુપરાંત પેપરલીકની આ ઘટના બાદ અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનો પેપર લીકની ઘટનાઓને પગલે રોડ પર ઉતરી આવ્યા હતા. પેપર લીક મામલે રાજકારણ પણ તેજ થઇ ગયું હતું.