ગતરાતે વેરાવળમાં રહેણાંક વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. શિક્ષક કોલોનીમાં જૈન દેરાસર નજીક ભંગારના ડેલામાં અચાનક જ આગ ભભૂકી હતી. એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નગરપાલિકાના ફાયર ફાઇટર સ્ટાફે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગથી કોઈ જાનહાની થઈ નથી.
રહેણાંક વિસ્તારમાં આગને પગલે લોકો દોડતા થયા હતા. ભીષણ આગને પગલે સ્થાનિક લોકોએ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ વધુ ભીષણ બનતાં તેમણે નગરપાલિકાની ફાયર ફાયર ટીમને જાણ કરી હતી. આ દરમિયાન આજુબાજુમાં રહેતાં લોકો દોડતા થયા હતા. ફાયરફાયર ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધી તો આગ વધુ ભીષણ બની હતી.
રહેણાંક વિસ્તારમાં આવેલા ભંગારના ડેલામાં આગ ભભૂકી ઉઠી હતી. આગને લીધે ધૂમાડાના ગોટે-ગોટા જોવા મળ્યા હતા. જ્યારે આજુબાજુમાં આવેલા ઘરોમાં આગ ન ફેલાય તેની ખાસ તકેદારી રાખી આગ પર કાબૂ મેળવવા કમર કસવામાં આવી હતી.
ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધી આગ વઘુ ભીષણ બની હતી અને લોકોને દર હતો કે આસપાસના ઘરોમાં આગ પ્રસરે નહીં. જેના કારણે સ્થાનિક લોકો દોડતાં થયા હતા.
જોકે, સમયસર ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. ફાયરની ટીમે લગભગ એક કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. હાલ આગ પાછળનું કારણ જાણ મળ્યું નથી.