દેશમાં ઓમિક્રોનનો વધુ એક નવો સબ વેરિએન્ટ મળ્યો છે. વૈજ્ઞાનિકોએ તેને એક્સબીબીનું નામ આપ્યું છે, જે ઓમિક્રોનથી જોડાયેલ સબ વેરિએન્ટમાંથી સૌથી વધારે ગંભીર માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વેરિએન્ટ બાંગ્લાદેશ, યૂરોપ અને ઉત્તરી અમેરિકાના અમુક ભાગોમાં હતો, પણ છેલ્લા કેટલાક મહિનામાં તે ભારતના કેટલાય રાજ્ય સુધી પહોંચી ગયો છે.
તેમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, તમિલનાડૂ, ગુજરાત અને રાજસ્થાન સામેલ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ભારત અત્યાર સુધીમાં 59 જીનોમ સીક્વેસિંગમાં એક્સબીબી વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. તો વળી દર્દીઓની સંખ્યાના આધાર પર જોઈએ તો, લગભગ 82 કોરોના દર્દીઓમાં આ સબ વેરિએન્ટ મળ્યા છે.
નવી દિલ્હી સ્થિત સીએસઆઈઆર-આઈજીઆઈબીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. વિનોદ સ્કારિયાએ જણાવ્યું કે, જ્યારે કોઈ એક દર્દીના શરીરમાં બે સબ વેરિએન્ટ ભેગા થાય છે, તેમાંથી એક નવો વેરિએન્ટ બને છે અને તે દર્દી દ્વારા સમાજના અન્ય લોકોના શરીરમાં પ્રવેશ કરે છે. જો કે, આ પ્રક્રિયા ખૂબ જ દુર્લભ હોય છે, જો કે એવું બની પણ શકે છે.
દેશમાં કોરોનાના 2678 નવા કેસ આવ્યા છે. આ દરમિયાન 10 દર્દીઓના મોત પણ થયા છે. કુલ દર્દીઓની સંખ્યા વધીને 4,46,23,997 થઈ ગઈ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 26,583 પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત અત્યાર સુધી 5,28,857 લોકોના મોત થઈ ચુક્યા છે. ભારતમાં દૈનિક સંક્રમણ દર 1.13 ટકા અને સાપ્તાહિક સંક્રમણ દર 1.07 ટકા નોંધાયા છે. અત્યાર સુધી દેશમાં 4,40,68,557 લોકો સંક્રમિત થયા બાદ ઠીક થયા છે.