ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ યોજવવા જઈ રહી છે. Def-Expo 2022નું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. 18થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન ડિફેન્સ એક્સપો યોજાશે. જેમાં ભૂમિ, વાયુ, સમુદ્રી અને આંતરિક ગૃહભૂમિ સુરક્ષા તેમજ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને કેન્દ્ર સ્થાને રાખીને આ મેગા સંરક્ષણ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજવામાં આવશે. ડિફેન્સ એક્સપોની થીમ ‘ભારત ઉભરતું સંરક્ષણ વિનિર્માણ હબ’ રાખવામાં આવી છે. આ પ્રદર્શનમાં 70 કરતાં વધારે દેશો સહભાગી બનશે.
Def-Expo 2022નું આયોજન કરવામાં આવ્યું છે. એક્સપોને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ડિફેન્સ એક્સપોમાં દેશ વિદેશથી મહાનુભાવો અને ડિફેન્સના અધિકારીઓ આવશે.
મહેમાનોને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે 6000થી વધુ મોંઘી કાર બૂક કરવામાં આવી છે. જેમાં ઓડી, મરસીડીઝ, BMW કારનું એડવાન્સ બૂક કરવામાં આવ્યું છે.
વીઆઇપી મહેમાનો માટે અમદાવાદ અને ગાંધીનગર 200થી વધારે હોટલનું બૂકીંગ કરવામાં આવ્યું છે. જેમાં 3 સ્ટાર હોટલથી લઈ 5 સ્ટાર સહિતની હોટલ બૂક કરવામાં આવી છે. જોકે 18થી 22 ઓક્ટોબરના બહારથી કોઈ અમદાવાદ કે ગાંધીનગર બિઝનેસ મિટિંગો માટે આવતા હશે તો તેને હોટલમાં રૂમ મળવો મુશ્કેલ બની રહેશે.
Def-Expo 2022 લઈ એરપોર્ટથી લઈ અમદાવાદ અને ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સાથે સુરક્ષાને લઈ પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 18 ઓકટોબર 2022ના રોજ ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન થશે. લાઈવ શો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે.જો કે અત્યારે Def-Expo 2022 લઈ ગાંધીનગર અને અમદાવાદના રીવરફ્રન્ટ પર તૈયારીઓ ચાલી રહી છે.
એર લાઈવ શો જોવા માટે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે 1 હજારથી વધુ અધિકારી આવી પહોંચ્યા છે. આ અંગે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર રિહલર્સલ પણ થઈ રહ્યું છે. Def-Expo 2022માં મેકિંગ ઇન્ડિયાની તાકાત દેશ અને દુનિયા જોઈ શકશે.