ન્યૂઝીલેન્ડના જળવાયુ પરિવર્તનના નિવારણ માટે ફાર્મમાં પાળવામાં આવતા જાનવરોને દફનાવવા અને પેશાબ કરવા પર ટેક્સ લગાવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ યોજના લાગૂ થવા પર 2025થી ખેડૂતોને પાલતૂ જાનવરો માટે ટેક્સ આપવાનો રહેશે. જો આ પ્રસ્તાવ પાસ થઈ જાય છે, તો ન્યૂઝીલેન્ડ દુનિયાનો પ્રથમ એવો દેશ હશે, જ્યાં એગ્રીકલ્ચર ટેક્સ વસૂલવામાં આવશે. ન્યૂઝીલેન્ડની સરકારનું માનીએ તો, પાલતૂ જાનવરને ખાવા, મૂત્ર વિસર્જન અને દફનાવવાથી જે ગેસ નિકળે છે, તેનાથી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે.
જો કે, ટેક્સમાં ખેડૂતો પાસેથી કેટલી રકમ વસૂલવામાં આવશે, તેના પર હાલમાં કોઈ ચર્ચા થઈ નથી. સરકારના આ પ્રકારના નિર્ણયથી ખેડૂતો ખૂબ જ નારાજ છે. ખેડૂતોનું કહેવુ છે કે, તેનાથી કમાણી અને ખર્ચ વધી જશે. તેમનો આરોપ છે કે, નાના ખેડૂતો ખૂબ જ પરેશાન છે. ખેડૂતોના મુખ્ય સંગઠન ફેડરેટેડ ફાર્મર્સે સરકારની આ યોજનાનો વિરોધ કરતા કહ્યુ કે, આ યોજના ન્યૂઝીલેન્ડ જેવા નાના દેશ માટે નુકસાનકારક સાબિત થશે અને ખેતરોમાં ખડ ઉગડી નિકળશે.
પીએમ જેસિન્ડ અર્ડર્ને એક પ્રેસ કોન્ફ્રંસને સંબોધન કરતા કહ્યું કે, આ એક એગ્રીકલ્ચર એમિશન સ્કીમ, ટેક્સ તરીકે પ્રચારિત ન કરવો જોઈએ. સચ્ચાઈ તો એ છે કે, તેનાથી જે પૈસા મળશે, તેનો ઉપયોગ ખેડૂતોની ભલાઈ માટે જ થશે. ટેક્સથી મળતા પૈસાથી ખેડૂતોના ભલા માટે નવા સંશોધન પર થશે. પીએમે કહ્યું કે, 2025થી ખેડૂતોને મીથેન, કાર્બન ડાયોક્સાઈડ અને નાઈટ્રોજનઓક્સાઈડ ઉત્સર્જન એટલે કે એમિશન પર ટેક્સ આપવાનો રહેશે. પીએમે કહ્યું કે, 2025માં આ કાયદો લાગૂ કરીને સરકાર આગામી 5 વર્ષમાં મીથેન એમિશનને 10 ટકા સુધી લાવવા માગે છે.
ન્યૂઝીલેન્ડના કૃષિ મંત્રી ડેમિયન ઓકોર્નરે આ આદેશને ખેડૂતો માટે એક સોનેરી અવસર ગણાવ્યો હતો. કૃષિ મંત્રીએ કહ્યું કે, દેશના ખેડૂતો પહેલાથી વધારે નિયમિત સુકારો અને પુરની સાથે સાથે જળવાયુ પરિવર્તનના પ્રભાવ વેઠી રહ્યા છે. આ દેશમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જનમાં કૃષિનું યોગદાન લગભગ અડધુ છે. જો ખેડૂતો આ નવા પ્રસ્તાવનું સમર્થન કરશે તો ખેડૂતો અને પર્યાવરમ બંનેના હિતમાં રહેશે. આપને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડની વસ્તી 50 લાખ છે, પણ જાનવરોની સંખ્યા 1 કરોડથી પણ વધારે છે, જેમાં ગાય ભેંસ છે, જ્યારે અઢી કરોડની આસપાસ ઘેટા બકરા છે.